જુઠ

જુઠ - ઝયોતિકા અશોક મહેતા, કલીકટ

કહેવાય છે કે કોઈનું સારું થતું હોય તો મૌન રહેવું કે ખોટું બોલવામાં કાંઈજ વાંધો નથી. પણ કોઈનાં સત્યને ખોટું સાબિત કરવા મૌન રહેવું કે ખોટું બોલવું એ સંબંધોનાં વિનાશને આમંત્રણ જરૂર આપી દે, જુઠ કે મૌનને કાયમી આદત બનાવી દે તો અનેક સમસ્યાઓને જન્મ લેવા મજબુર કરી દે અને પછી તો જાહેર કરવાની વાત ખાનગી રાખે ને ખાનગી રાખવાની વાત જાહેર કરવાની કળામાં માહેર બનતા જાય.

ખોટી વાતો કોણે ? ક્યાં ? કેમ ? કઈ ? કેટલી ? કોના માટે ? કરી તે સચ્ચાઈ સામે આવે ત્યારે ? આવો ડર પણ નથી લાગતો ખોટું બોલવા વાળાને ! એ જાણતો હોય છે કે સત્ય ગમે ત્યારે, ગમે ત્યાં, ગમેતેમ કરીને બહાર તો આવશે જ. જુઠ એક કાનેથી બીજાથી ત્રીજા સુધી પહોંચતા પહોંચતા તેમાં કંઈ કેટલાય મરી મસાલા ભભરાવાઈ ગયા હોય અને નાનકડું, ન જેવું જુઠ કાં તો ખોવાઈ જાય, કાં તો અલગ જ વાર્તાનું રૂપ ધારણ કરી લે જેમાં હિંગનો વગર ન હોય ને મીઠાની તાંણ હોય, રાઈનો પહાડ બની જતા કોઈ જ ના રોકી શકે.

નોકરી - ધંધો - સભા - મીટીંગ - મંડળ - ઘર - પરિવાર - દોસ્તી - બહેનપણાં  કે જે તમારી નજદીક છે ત્યાં કોઈ એક વ્યક્તિ માટેની ખોટી વાત બીજી વ્યક્તિને કહો તો તે તમારી વાત જરૂર સાચી માની લે કારણ કે, તમે ખુબ જ ચાલાકી થી, રડીને લાગણીથી તરબતર થઇ ને, સોગંદ ખાઈને કહી હોય છે. તમારી વાત પર આંધળો વિશ્વાસ પણ કરી લે છે, અને તમે તો એ ખુશીમાં સાતમા આસમાને મુક્ત બની વિહરવા લાગો છો.

પરંતુ  . . . થોડા સમય પછી જયારે તે બે વ્યક્તિ અચાનક મળી જાય ને વાતમાંથી વાત નીકળે ને તમારું જુઠ પકડાઈ જાય ત્યારે તમારું માન - સન્માન હાલક ડોલક જરૂર થાય, બીજાની નજરમાં તમે જમીન પર પટકાઈ જાવ, જૂઠની પાંખો વડે સાતમા આસમાનમાં વધારે ન જ ઉડી શકાય.    

જુઠ ને મૌનની એવી આદત ન બનવી જોઈએ કે તમે સતત તમારી આસપાસ કરોળિયાનાં જાળા રચ્યા કરો ને તે જાળા જયારે તૂટે ત્યારે ? ? ?

બધું જ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચુકવણું કરવાનો સમય આવે ! ! !

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates