જીવન ની રીત

જીવન ની રીત - રોશની ગૌતમ શાહ, (ભુજ) વર્ધમાનનગર

દીકરો દીકરી બંને માતાપિતા માટે એકસમાન
પણ દીકરી ને જવું સાસરિયે
લાગે ઘર સૂનું દીકરી વગર
એમાં જ રહેલું તેનું હિત
આવી જીવનરીત.

સ્વજન મિત્રો વગર રહે જીંદગી અધૂરી
સમય સમયે વધે તેમનાથી દૂરી
જશે તેઓ આપણે છોડી
ચાલો કરીએ પરસ્પર પ્રીત
આવી જીવનરીત.

નદીને ક્યાં છોડવી હતી પોતાની મીઠાશ
પણ પ્રીતમાં સાગરની એણે ખમી ખારાશ
દરેક પોતાના સ્વભાવ માં રહે
આ વિરોધાભાસ સર્જે અનોખું સંગીત
આવી જીવનરીત.

જાત સાથે મહોબ્બત છે કેટલી
સાથે નથી ચાલવાનું તન
કાળજી લઈએ તનની સાથે આત્માની પણ
મેળવીએ મન ઉપર જીત
આવી જીવનરીત.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates