જીવનમાં વસંત ક્યારે આવે?

જીવનમાં વસંત ક્યારે આવે? - પ્રભા કિરણકુમાર નાનાલાલ શાહ, કાનપુર

સૌ પ્રથમ આપણે વસંત શબ્દનો અર્થ સમજવો પડશે. વસંત એટલે સામાન્ય ભાષામાં વિકાસ, પલ્લવિત થવું, આનંદ ઉભરાવવું કે સદાબહાર રહેવું. પણ આ વિકાસ બાહ્ય ન રહેતાં આંતરિક હોવો જોઈએ. મોટે ભાગે લોકો વિકાસનો અર્થ બાહ્ય દૃષ્ટિએ કરે છે. જેમકે એકની જગ્યાએ ચાર ગાડી હોવી, બે બંગલા હોવા, એશોઆરામના બધા સાધનો હોવાં. પણ આ સાથે હાઈપરટેન્શન, બી.પી., સુગર ક્યારે પ્રવેશ કરી જાય છે એ ખબર પડતી નથી અને આંતરિક વિકાસ રૂંધાઈ જાય છે.

હવે ઋતુના સંદર્ભમાં જોઈએ તો વસંત ક્યારે આવે? પાનખર પછી જ! વસંત પછી ગ્રીષ્મ અને પછી વર્ષાઋતુ.

જીવનમાં પણ એવું જ છે. જ્યારે કોઈ વ્યક્તિ બિલકુલ પાનખર અવસ્થામાં આવી જાય એટલે કે તદ્દન હતાશ થઈ જાય, કોઈ માર્ગ ન સૂઝે ત્યારે તે શિષ્ય બની ગુરુની શોધ કરે છે. સદ્‌ગુરુ પ્રાપ્ત થતાં જ ગુરુની શરણમાં આવે છે. એમના ચરણમાં તન, મન, ધન સમર્પણ કરે છે. ગુરુની કસોટીએ પાસ થવા તે વ્યક્તિની સખત સાધના શરૂ થાય છે (એટલે કે ગ્રીષ્મઋતુની શરૂઆત થાય છે) સાધનાની કસોટીમાં જ્યારે પાર ઉતરે છે ત્યારે ગુરુના પ્રેમનો વરસાદ વરસે છે. (વર્ષાઋતુ) ત્યારે તેને સત્ય માર્ગ દેખાય છે અને આંતરિક વિકાસ થતાં જ એના જીવનમાં વસંત આવે છે અને સદાબહાર બને છે.

એટલે કે વિકાસ માટે, વસંત આવે એ માટે સાચા પ્રેમની કે જેમાં સામે પક્ષે અપેક્ષા નહીં પણ સમર્પણ ભાવની જરૂરત છે. પછી એ પ્રેમી તરીકે પ્રવેશ હોય કે સાચા મિત્ર તરીકે, ગુરુ તરીકે કે ભગવાન-ભક્ત તરીકે ત્યારે તે પ્રેમથી, આનંદથી, મસ્તીથી, અપેક્ષા વગર સામે પક્ષે સમર્પિત થઈ જાય છે ત્યારે ખરેખર એના જીવનમાં વસંત આવી એમ કહી શકાય. ઉદા. તરીકે મીરાંનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ, નરસિંહ મહેતાનો ભક્તિપ્રેમ, કર્ણનો દ્રૌણાચાર્ય પ્રત્યે ગુરુપ્રેમ, શ્રવણનો માત-પિતાનો પ્રેમ એમ સામાજિક દૃષ્ટિએ, આધ્યાત્મિક દૃષ્ટિએ કે દેશભક્તિની દૃષ્ટિએ જ્યારે નિશ્ચલ પ્રેમ વહેવા માંડે ત્યારે જીવન સદાબહાર બને છે. પાનખરનો તો સવાલ જ નથી રહેતો.

આમ વસંતઋતુ જીવનમાં ક્યારે આવે એનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી. આવો નિશ્ચલ પ્રેમ બાલ્યાવસ્થામાં આવે કે કિશોરાવસ્થામાં, યુવાવસ્થામાં આવે કે વૃદ્ધાવસ્થામાં બસ સાચો પ્રેમ મળવો જોઈએ.

બાકી ભૌતિક દૃષ્ટિએ કે અલગ અલગ વ્યક્તિદીઠ આ માટે અલગ અલગ મંતવ્ય હોઈ શકે છે, એની મર્યાદા હોય છે અને દરેકના જીવનમાં વસંત આવશે કે કેમ? આવશે તો ટકશે કે કેમ? એ કહેવું કઠિન છે.

બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થાના કે વૃદ્ધાવસ્થાના પગથિયાં ચડતાં બધાને વિકાસની તકો મળતી નથી. હા, વૃદ્ધાવસ્થામાં કોઈ પોતાના અનુભવ વહેંચે છે તો કોઈ શિક્ષાદાન, કોઈ સમાજસેવા તો કોઈ ગરીબને દત્તક લઈ આધારસ્થંભ બની, કોઈ અબોલ જીવની હિંસા રોકી સેવા કરે તો કોઈ દાન કરીને આનંદ મેળવે છે પણ આ બધા માટે શક્ય નથી માટે બધાના જીવનમાં વસંતઋતુ આવે જ એ ન કહી શકાય અને જો આવે તો દુનિયા આખી વસંતોત્સવ બની જાય.

'Birth was not our choice, Death is also not our choice, but the way we live our life is absolutely our choice. Enjoy it and make each day memorable.'

માટે ખરેખર તો જેમના જીવનમાં (ચાહે કોઈ તબક્કો હોય) અપેક્ષાઓ નહીંવત હોય, જે પોતાના કામ પ્રત્યે ઈમાનદાર હોય, મળેલ કામને પૂજા સમજી સદા કામ પ્રત્યે પ્રેમપૂર્વક સમર્પણ હોય ત્યારે જ તેના જીવનમાં વસંત આવે અને સદાબહાર રહે, પછી તેના જીવનમાં પાનખરનો તો સવાલ જ નથી.

 

 

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૫)

 

(કચ્છ ગુર્જરીના ડિસેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

Post your comment

Comments

 • descargar facebook 19/08/2019 11:19am (4 months ago)

  I think this is one of the most significant info for me.
  And i'm glad reading your article. But should remark on some general things, The website style is wonderful,
  the articles is really nice : D. Good job, cheers

 • plenty of fish dating site 14/08/2019 10:48pm (4 months ago)

  Wow, awesome blog layout! How long have you been blogging
  for? you make blogging look easy. The overall look of your web
  site is great, let alone the content!

 • plenty of fish dating site 13/08/2019 11:45am (4 months ago)

  Thanks designed for sharing such a pleasant
  opinion, piece of writing is nice, thats why i have read it completely

 • pof https://natalielise.tumblr.com 02/08/2019 2:56am (4 months ago)

  If you wish for to grow your know-how just keep visiting this web page and be updated with the most up-to-date information posted here.
  plenty of fish natalielise

 • plenty of fish https://natalielise.tumblr.com 01/08/2019 3:02am (4 months ago)

  When I originally commented I clicked the "Notify me when new comments are added"
  checkbox and now each time a comment is added I get three e-mails with the
  same comment. Is there any way you can remove me from that service?
  Many thanks! pof natalielise

 • plenty of fish 31/07/2019 12:10pm (4 months ago)

  Thank you for another informative web site.
  Where else could I am getting that type of info written in such a
  perfect approach? I've a mission that I'm
  simply now running on, and I have been at the look out for such info.

 • plenty of fish 31/07/2019 9:46am (4 months ago)

  A fascinating discussion is worth comment. I think that you ought to write more on this
  topic, it might not be a taboo subject but generally people do not talk about such subjects.
  To the next! Many thanks!!

 • dating site 31/07/2019 12:19am (4 months ago)

  Today, I went to the beach front with my children. I found a sea shell
  and gave it to my 4 year old daughter and said "You can hear the ocean if you put this to your ear." She put the shell to her ear and screamed.
  There was a hermit crab inside and it pinched her ear.
  She never wants to go back! LoL I know this is totally off topic but
  I had to tell someone!

 • plenty of fish dating site 25/07/2019 1:35pm (5 months ago)

  Hi colleagues, fastidious paragraph and pleasant urging commented here, I
  am in fact enjoying by these.

 • Kelstaife 24/07/2019 4:00pm (5 months ago)

  Vigria Pills Zoa <a href=http://brandciali.com>generic cialis from india</a> Where Can I Buy Isotretinoin Skin Health Low Price Mastercard Cialis 10mg Side Effects

1 2 3

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates