જીવનમાં આવતી હીચકીઓનો પ્રતિકાર

જીવનમાં આવતી હીચકીઓનો પ્રતિકાર - હીરા ભોગીલાલ દોશી, ડોંબીવલી (માંડવી)

પ્રસ્તાવના : ફિઝિકલ પ્રોબ્લેમ હોય કે સોશ્યલ ઈકોનેમિક્સ એને સ્વીકારીને તમે આગળ વધી શકો છો. પોઝીટીવ રહીને મહેનત કરીને તેને હરાવી શકો છે. ખુશમિજાજ સ્ત્રી હિચકીને અવગણીને આગળ સફળ થાય છે. તે હું આ લેખમાં લખવા માંગું છું. હું લખું છું એટલે મારો અવાજ તો હોય જ ને? 

હિચકી ગળામાંથી આવતો એક વિચિત્ર અવાજ છે. જેના પરિણામે આપણને બોલવામાં તકલીફ પડે છે. આ હિચકી લોકો માટે હાસ્યનું અને પોતાના માટે મુશ્કેલીનું કારણ બને છે. પણ આ હિચકીને જીવન સાથે શું સંબંધ? શું આપણા જીવનમાં પણ હિચકીરૂપી આપત્તિઓ આવતી નથી? શું એ આપત્તિઓનો સામનો કરીને આપણે આગળ વધી શકતા નથી? શું જીવનમાં હંમેશાં કંઠના સૂરો મધુરા જ રહે છે કે હિચકી જેવો વિચિત્ર અવાજ પરેશાન કરે છે. વિચારવા જેવી વાત છે.

આપણી માનસિકતા હંમેશા સારી પરિસ્થિતિને આવકારે છે અને ખરાબ પરિસ્થિતિથી ડરીને દૂર ભાગે છે. પરંતુ શું મુશ્કેલીમાંથી ડરવાથી ઉકેલ મળી શકે છે? આપણા નાની કે દાદીઓના મતે જો નાના બાળકોને હિચકી આવે તો ફૂંક મારવામાં આવે છે અને યુવાન કે મોટાને આવે તો અન્ય ઉપાયો અજમાવીએ છીએ, કોઈક બોલે સાત લોકોના નામ લેવાથી હિચકી બંધ થાય, કોઈક બોલે સાત ઘૂંટડા પાણી પીવાથી બંધ થાય, વિજ્ઞાન કહે છે કે હાથમાં અમુક પોઈન્ટ દબાવવાથી હિચકી બંધ થાય.

મતલબ કે ‘જીતને મુંહ ઈતની બાતેં’અને જેટલાને પૂછો તેટલા નુસખા મળે. જો એક હિચકી બંધ કરવા માટે આટલા ઉપાયો થઈ શકે તો જીવનમાં હિચકીરૂપી આવતી સમસ્યાઓ સામે શું ના ઝઝૂમી શકાય? જેમ સમસ્યા નાની તેમ ઉપાય નાનો જેમ સમસ્યા મોટી તેમ ઉપાય મોટો.

જીવનમાં દુઃખ આવ્યા પછી જ સુખની અનુભૂતિ થાય છે. તેવું જ આપણને પણ હિચકી બંધ થયા પછી જ શરીરને આનંદની અનુભૂતિ થાય છે તેવું જ આપણા જીવનમાં છે. જીવન જીવવાની  કળા એ જ છે કે આવેલી આપત્તિઓનો ખંતપૂર્વક અને બહાદુરીથી સામનો કરી સુખ અને સંતોષની પ્રાપ્તિ કરવી, લોકો તમારી મશ્કરી કરશે, તમારા પર હસશે, તમારી નિંદા કરશે પણ તમારું ધ્યેય એક જ છે. તે બધામાંથી બહાર નીકળી જીવનને મજેદાર બનાવવાનું છે.

જીવનમાં આવતી હિચકીઓનો પ્રતિકાર : ટુરેટ સિન્ડ્રોમ નામનો ન્યુરોસાઈકિએટિક ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિ કઈ રીતે બધા અવરોધો સામે લડીને સફળ થાય છે તે જુઓ. ટુરેટ સિન્ડ્રોમ એક રેર (ન્યુરોલોજિક) ડીસઓર્ડર છે. આ રોગગ્રસ્ત વ્યક્તિ રિપીટિટિવ મુવમેન્ટ કરે છે. તે કોઈપણ અવાજ કાઢે છે. ઘણીવાર ગમેતેમ હાથપગ ચલાવે છે પણ ઘરની એક વ્યક્તિ જો પોઝીટીવ હોય તો ખુશ રહીને પણ હિંમત આપે છે. ગમે તેટલી વાર વ્યક્તિ ફેલ થાય (ટુરેટ સિન્ડ્રોમવાળી) પણ તે હાર માનતી નથી. તેને કોઈ કાબેલ વ્યક્તિ તકલીફોને નાથીને આગળ વધવા પ્રેરણા આપે છે. લોકો ભલે આવી વ્યક્તિની મજાક ઉડાડે પણ તેને કાબેલ વ્યક્તિ ચેલેન્જ આપીને જીતાડે છે. એક સારી વ્યક્તિ આવી તકલીફવાળાની જિંદગી બદલી શકે છે. તેની નેગેટીવ એનર્જીને યોગ્ય દિશામાં વાળીને તેમનામાં રહેલું પોટેન્યિશલ બહાર કાઢી શકે છે.

ઘણીવાર બિમાર વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે કાબૂ ગુમાવી બેસે છે અને તેને જિંદગી જીવવા જેવી નથી લાગતી. કારણકે તેનાથી દર્દ સહન થતું નથી અને છેવટે કંટાળીને આપઘાત કરવાનો વિચાર કરે છે. આવી વ્યક્તિનું જીવન તેના સંબંધીઓએ ખુશીથી ભરવું જોઈએ અને જે વ્યક્તિ બીમારીમાંથી સારી થઈ હોય તેનો દાખલો આપવો જોઈએ. તેના મગજમાંથી આપઘાતનો વિચાર કઢાવી તારી નવી જિંદગી શરૂ થશે તેવા વાક્યો કહેવા જોઈએ. જીવનમાં આવેલી બિમારીરૂપી હિચકીને કઢાવી અવરોધો હટાવવા તેનું મનોબળ મક્કમ કરો.

મારા જીવનમાં પણ બે મોટી હિચકી આવેલી. મારા પતિદેવ ઉંમર થતાં નોકરીમાંથી રિટાયર્ડ થયા ત્યારે કુટુંબની સ્થિતિ મધ્યમ હતી અને મારા છોકરાઓએ પણ રેડીમેઈડ ધંધામાં નુકસાની જતાં ખોટ ખાધી.

એક સ્ત્રી પણ બદલી શકે છે પરિવારની જિંદગી.

મારા જીવનમાં, ઘરમાં અને ધંધામાં આની ખૂબ જ અસર થઈ. જીવનમાં આવેલી આ મોટી હિચકીઓએ મને નિષ્ફળતાનો પાઠ શીખવાડ્યો અને મેં વાસ્તવિકતા સ્વીકારી. મારામાં પણ કચ્છનું ખમીર છે. સંઘર્ષ સિવાય જીવનમાં બીજો કેઈ વિકલ્પ નથી. હવે તો તકલીફ વચ્ચે પણ તકદીર બનાવવી છે. હું સંઘર્ષ કરીને બીઝનેશ વુમન બનવા માંગું છું. મારા લક્ષ્યને સિદ્ધ કરી જીવન ભારરૂપ બને તે પહેલાં ખોટું આવરણ હટાવવા માંગું છું.

‘સ્ત્રી પુરુષની તાકાત છે નબળાઈ નથી’મને ફેશન ડીઝાઈનનો અનુભવ હતો, ઘરે કારીગરો રાખી મેં રેડીમેડ આઈટમો બનાવવાનું શરૂ કર્યું. માલ એકદમ સુંદર, સ્વચ્છ અને આકર્ષક બનતાં. ફરી ધંધો સારો ચાલ્યો અને મારા બીઝનેશવુમન બનવાના સપન પૂરા થયા. હવે મને જીવનમાં કોઈ ફરિયાદ નથી. જીવનમાં આવેલી હિચકી જેવા અવરોધો હટાવવાની ખુશી છે. ‘આઈ લવ યુ જિંદગી’

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates