જીવન જ્યોત

જીવન જ્યોત - પ્રવિણ પી. મહેતા, ભુજ

* જીવનની મુસાફરી લોકલ ગાડી જેવી છે. ધક્કામુક્કી કરી અંદર ઘૂસ્યા, ઉભા રહ્યા, માંડ બેસવાની જગ્યા મળી ત્યાં સ્ટેશન આવી ગયું.

* પેટ અને પેટી જ દુશ્મનો ઉભા કરે છે.

* તાળું ખૂલ્યા પછી માણસે દરવાજો ઉઘાડવાની તસ્દી પણ લેવાની હોય છે.

* બીજાની ખામીમાં રસ લેવો એ જ આપણી ખામી છે.

* સુખ પતંગિયા જેવું છે એનો પીછો કરવાથી એ વધારે દૂર ભાગે છે.

* ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ- શાન, ચિંતા બડી અભાગિની, ચિંતા ચિતા સમાન.

* માણસ દૂરધ્વનિ સાંભળી શકે છે પરંતુ આંતધ્વનિ સાંભળી શકતો નથી.

* એક નાનું કાણું આખા વહાણને ડૂબાડી દે છે તેમ નાનો દુર્ગુણ જીવન બરબાદ કરી દે છે.

* તમે જે નથી જાણતાં તે તમે નથી જાણતાં એટલું કબૂલ કરો એ જ્ઞાન કહેવાય.

* ભગવાન છાપરું ફાડીને તમને આપે તેવા આશીર્વાદ લેતાં છાપરાનાં રિપેરીંગના ખર્ચની ચિંતા ન કરાય.

* અમને ફુરસદ નથી મળતી, પ્રેમથી વાતો કરવા માટે, લોકો ક્યાંથી કાઢે છે સમય, બીજા સાથે ઝઘડવા માટે.

* કોઈએ સંભળાવેલા ખરાબ શબ્દો ગળી જવાથી કોઈને પેટનો દુઃખાવો થતો નથી.

 

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates