ભગવાન ની છાયા છે પિતા
કયારેક મોહમાયા છે પિતા
વડનો વિસામો છે પિતા
ધર્મ ના નવ ધામો છે પિતા
આત્મિય બળ છે પિતા
અનુભવી કળ છે પિતા
પરિશ્રમો ની શાળા છે પિતા
પ્રેરણાઓની હારમાળા છે પિતા
જીવનમાં જો મળે છે ડગલે પગલે રાવણ
તો એ રાવણ પરનો રામબાણ ઈલાજ છે પિતા
પ્રત્યેક સંતાનોના સરતાજ છે પિતા
તમારા હોવાથી તો બન્યું સમાજ છે પિતા
જયોત જો છે માં તો એ દિવડા ની બળતી વાટ છે પિતા
ભ્રૂણ ના અંધકાર થી અજવાળા તરફ લઇ જતી જીવન ની વાટ છે પિતા
માં જો મમતાની સરીતા છે તો લાગણીભર્યો સમુદ્ર ઊંડો અફાટ છે પિતા
જો માં છે ઘરની રાણી તો જીવનરણમાં યુદ્ધોનો સમ્રાટ છે પિતા
જેમણે પોતાની હયાતી માં આવવા ન દીધી તમપર કોઈ ચિંતા
જીવંત હોય તમારી પાસે હોય તો મનભરીને પ્રેમ એમને કરવામાં ના બિતા
ધરતી પરના ચમનમાં મા છે કોમળ સુંદર પુષ્પ તો એમાંની ફેલાતી ફોરમ છે પિતા
એ તો રહે છે તમારી સ્મ્રૃતી માં પાસે હોય કે દૂર જીવન અસ્મિતા.