ઈશ્વરની અદ્દભુત રચના

ઈશ્વરની અદ્દભુત રચના - તારા આર. શાહ, મુલુંડ

કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ,

મારા પ્રભુ જે કરે તે કોઈ કરી તો જુઓ.

કાદવ માંય રે રૂડું કમળ બનાવ્યું,

સમુદ્રના પાણી કોઈ ઉલેચી જુઓ.. મારા..

બાગબગીચા પેલી વનની વનરાઈ,

ફુલડામાં ફોરમ કોઈ ભરી તો જુઓ. મારા..

મોહ માયાના રંગો, ઘડી ઘડી બદલાતા,

મોરના પીંછામાં રંગ ભરી તો જુઓ... મારા..

સૂર્ય, ચંદ્ર ને પેલા ટમટમતા તારલા રે,

આકાશ ને અદ્ધર કોઈ રાખી તો જુઓ. મારા..

પ્રકાશ પવન ને પાણી અહીં તહીં દોડતા રે,

સ્થિરતા કોઈ એની રાખી તો જુઓ.. મારા...

સંસાર સાગરમાં રે ડૂબે મારી નાવડી રે,

પાર એને તો કોઈ કરી તો જુઓ... મારા..

સીતાફળ ને રામફળ કેવાં મીઠાં લાગે,

દાડમમાં દાણા કોઈ ભરી તો જુઓ.. મારા..

સાકર છે મીઠી ને મરચાં છે તીખાં,

શ્રીફળમાં પાણી કોઈ ભરી તો જુઓ. મારા..

પંચ તત્ત્વનું રે પુતળું બનાવ્યું રે,

પ્રાણ એમાં તો કોઈ પૂરી તો જુઓ. મારા...

 

 

 

 

(કચ્છ ગુર્જરી માર્ચ ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates