ઈન્કમટેક્ષ રીટર્ન ભરવાના ફાયદાઓ

ઈન્કમટેક્ષ રીટર્ન ભરવાના ફાયદાઓ - દિનેશભાઈ રસિકલાલ શાહ, મુંબઈ

૧. ઈન્કમટેક્ષના ફાયદા અનુસાર કલમ ૧૩૯ (૧) મુજબ નીચે પ્રમાણે નિર્ધારિત સમયમાં ઈન્કમટેક્ષ રીટર્ન ભરવાના હોય છે.

(અ) કોઈપણ વ્યક્તિ ટેક્સ ઓડીટની કલમ ૪૪એબી મુજબ અથવા કલમ ૪૪ એડી અથવા ૪૪ એડીએના કાયદા પ્રમાણે અથવા કંપની એક્ટ ૨૦૧૩ અથવા ચેરીટેબલ અને રીલીજીઅસ ટ્રસ્ટના કાયદા મુજબ ઓડીટ કરાવવાનું હોય તેમણે ઓડીટ કરાવી ઓડીટ ફોર્મ ઈન્કમટેક્ષ રીટર્નો ૩૦મી સપ્ટેમ્બરના રીટર્ન ફાઈલ- ભરી દેવા હોય છે.

(બ) અન્યો જેવા કે વ્યક્તિગત અથવા હિંદુ સંયુક્ત કુટુંબ ભાગીદારી પેઢી અથવા અન્યો જેમને ટેક્ષ ઓડીટ કરાવવાની કાયદેસર જરૂરિયાત ન હોય તેમના માટે ઈન્કમટેક્ષ રીટર્ન ભરવાની તારીખ ૩૧મી જુલાઈ છે.

૨. જેમને આવકના મથાળા - હેડમાં નુકસાની ગયેલ હોય. દા.ત. મૂડી અથવા કેપીટલના હેડમાં નુકસાની ગયેલ હોય, ધંધામાં નુકસાની ગયેલ હોય, સટ્ટામાં ધંધામાં, અન્ય આવકના સાધનોમાં નુકસાની હોય તો ઈન્કમટેક્ષ રીટર્ન કલમ ૧૩૯ (૩)માં ફાઈલ કરવાનું હોય છે અને ઉપર ૧ (અ) અને ૧ (બ) મુજબની કેટેગરીમાં આવતા હોય એ તારીખ એટલે કે ૩૦મી સપ્ટેમ્બર અથવા ૩૧મી જુલાઈ સુધીમાં રીટર્ન ભરવાનું ફરજિયાત છે. સમયમાં ઢીલ થવાની નુકસાન આગલા વર્ષે અથવા આવનાર વર્ષોમાં મજરે (બાદ) લઈ શકશો નહીં તેની નોંધ લેશો.

૩. (અ) ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટોએ ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં રીટર્ન ભરવાનું ફરજિયાત છે. ઈન્કમટેક્સ રીટર્ન, ટેક્સ ઓડીટ રીપોર્ટ તથા વધારાની આવક પાંચ વર્ષ સુધીમાં વાપરવા માટે ફોર્મ ૧૦-બી પણ ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ભરવાનું ફરજિયાત છે.

(બ) ટ્રસ્ટની આવકના ૮૫ ટકા ચાલુ વર્ષમાં જ વાપરવાના હોય છે. ન વાપરનારને ઈન્કમટેક્સ ભરવો પડે છે. અપવાદ તમે ટ્રસ્ટના ઉદ્દેશ માટે ફોર્મ નંબર ૧૦ ભરવાથી પાંચ વર્ષમાં વાપરી શકો છો. તેના માટે ફોર્મ નંબર ૧૦, ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ભરી દેવાનું હોય છે.

જો સમયસર અરજી નહીં કરો તો વધારાની આવક એટલે કે (૫ ટકામાંથી જેટલી પણ ન વપરાયેલ હોય તેના ઉપર ટેક્સ ભરવો પડશે. દા.ત. ટ્રસ્ટની આવક રૂા. ૧૦ લાખ છે. રૂા. ૩ લાખ ટ્રસ્ટે વાપરેલ છે. ૭ લાખ માટે પાંચ વર્ષ સુધીમાં નથી કરેલ તો આપે રૂા. ૭ લાખ ઉપર ટેક્સ ભરવો પડશે તેની નોંધ લેશો.  

(ક) ટ્રસ્ટ સમયસર રીટર્નો ન ભરતા આપે ટ્રસ્ટના ઉદ્દેશ માટે રૂા. ૧૦ લાખમાંથી ૮ લાખ વાપરેલ છે, પરંતુ ૨ લાખ નથી વાપરેલ તો રીટર્ન ૩૦મી સપ્ટેમ્બર સુધી ન ભરતાં આપે રૂા. ૧૦ લાખ ઉપર ટેક્સ ભરવો પડશે તેની નોંધ લેવી.

(ડ) ચાલુ વર્ષે આપના ટ્રસ્ટમાં રૂા. ૧૦ લાખ થયેલ છે. આ ચાલુ સાલની આવક આપ બીજા ટ્રસ્ટને રૂા. ૧૦ લાખ કોરપસ ડોનેશન પેટે આપશો તો ટ્રસ્ટનાં કાયદામાં સુધારો થતાં રૂા. ૧૦ લાખ આપે વાપરેલ નથી અને ટ્રસ્ટે ટેક્સ ભરવો પડશે.

ટૂંકમાં ટ્રસ્ટોએ ઈન્કમટેક્ષ રીટર્ન ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ભરી દેવાનાં રહેશે. સમયસર ન ભરનારને ઈન્કમટેક્સ ભરવાની તૈયારી રાખવી પડશે.

(ઈ) આપ કલમ ૧૦ (૨૧), ૧૦ (૨૨બી), કલમ ૧૦ (૨૩એ), યુનિવર્સિટી, હોસ્પિટલ, મ્યુચ્અલ ફંડ હો. કલમ ૧૦નાં તમારી આવક ટેક્સ ફ્રી છે, છતાં તમારે ઈન્કમટેક્સ રીટર્નો ભરવાના જરૂરી છે.

૪. ઈન્કમટેક્સ રીટર્ન સમયસર ફાઈલ ન કરવાથી ઉદ્યોગ-ધંધાને ઈન્કમટેક્ષ કાયદા અનુસાર પ્રકરણ ૬ એ સી માં મળતા લાભો નહીં મળી શકે. (પ્રકરણ ૬ એ.સી.માં કલમ ૮૦-એચ, ૮૦ આય, ૮૦ આય.એ. કલમ ૮૦પી, કો. ઑપરેટીવ સોસાયટીઓ વગેરે આવે છે.)

૫. ઈન્કમટેક્સ રીટર્નો સમયસર ન ભરવાથી કલમ ૧૦એ ઉદ્યોગ ધંધા ફ્રી ટેડ ઝોનમાં શરૂ કરેલ હોય. કલમ ૧૦એ.એ. ખાસ ઈકોનોમીક્સ ઝોન (એસ.ઈ.ઝેડ. યુનિટો) વગેરેમાં એ કલમના કાયદા અનુસાર ઓડીટ કરાવી ઓડીટ રીપોર્ટ સાથે ઈન્કમટેક્ષ રીટર્નો ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ભરી દેવાના ફરજિયાત છે.

૬. કોઈપણ કારણોસર આપને ગયા વષર્માં ધંધામાં, સટ્ટાના ધંધામાં, મૂડી પ્રકારના રોકાણો, નુકસાની ગયેલ હોય અથવા આવકના અન્ય સાધનોમાં (દા.ત. કલમ નંબર ૭૨, ૭૩એ, કલમ ૭૩ (૨), કલમ ૭૪ એ. પેટા કલમ (૩), કલમ ૭૪, પેટા કલમ (૩) આવતા હો અને નુકસાની આગલા વર્ષોમાં લઈ જવા માગતા હો તો આને સમયસર ઈન્કમટેક્ષ રીટર્ન ભરી દેવું જોઈએ.

૭. ખાસ પ્રકારના ધંધાઓ, ઉદ્યોગમાં કલમ ૩૫ એડીમાં આવતા ધંધા ઉદ્યોગોમાં નુકસાની થયેલ હોય અને નુકસાની આપને આગળના વર્ષોમાં એ પ્રકારનાં ધંધાઓનાં આવક સામે મજરે લેવા માગો છો તો ઈન્કમટેક્ષ રીટર્ન સમયસર ભરવા ખૂબ જ જરૂરી છે.

૮. અત્યારના ઈન્કમટેક્ષના કાયદા અનુસાર કોઈપણ ભાગીદારી પેઢીઓ, કંપનીઓએ ઈન્કમટેક્ષ રીટર્નો ભરવાનું ફરજિયાત છે.

૯. ચાલુ ઈન્કમટેક્ષ વર્ષમાં આપની આવક કરપાત્ર નથી પરંતુ આપનું પરદેશની બેંકોમાં ખાતાંઓ છે, મિલકતો છે, આવકો છે. આપ કોઈપણ પ્રકારના ટ્રસ્ટમાં (ફીક્સ ટ્રસ્ટ, ડીક્શનરી ટ્રસ્ટ) અથવા કોઈપણ બેંક ખાતમાં આપની સહી ચાલતી હોય તો આપે ઈન્કમટેક્ષ રીટર્ન ભરવાનું ફરજિયાત છે. આપ ખાસ નોંધ લેશો કે પરદેશની મિલકતો અથવા આવક ન બતાવવાથી ટેક્સ ૩૦૦ ટકા દંડ તથા જેલની સજા થઈ શકે છે અને રૂા. ૧૦ લાખ એક, એક ગુના માટે દંડ થઈ શકે છે અને આપ ઈન્કમટેક્સ સિવાયના ફેના વગેરેના કાયદાનો ભંગ કરો છો તેની નોંધ લેશોજી.

૧૦. આપ આપનું ઘર વેચેલ હોય, જમીન અથવા અન્ય ગાળા, સમય રાખેલ મિલકતો વેચી હોય અને આપને કલમ ૫૪ અથવા કલમ ૫૪ એફનો લાભ લેવો હોય અને ઈન્કમટેક્સ રીટર્ન ભરવા સમયમાં ઘર ન લઈ શકતા હો તો આપે વધારાનો કેપીટલ નફો અથવા વેચાણની કિંમત તમારે કેપીટલ ગેઈન ખાતામાં ઈન્કમટેક્સના કાયદા મુજબની યોજના નિયમો પ્રમાણે ભરી દેવો પડશે.

૧૧. આપ ઈન્કમટેક્ષના કાયદા મુજબ એનઆરઆય છો એટલે કે ભારત રાજ્યના ઈન્કમટેક્સ રહેવાસી નથી અને આપની આવક ખાસ કલમ ૧૧૫ જી માં દર્શાવેલ ખાસ ફોરેન મિલકતોની યાદીમાં છે. આપ ઈન્કમટેક્ષ રીટર્ન ભરશો તો આપના ફાયદામાં છે.

૧૨. અગર આપને પરદેશ જવાનું છે. અમેરિકા, યુ.કે. અથવા અન્ય રાજ્યોમાં ત્યારે છેલ્લા ત્રણ વર્ષનાં ઈન્કમટેક્ષ રીર્ટનોની કોપીઓ ટેક્સના ચલાન જરૂરી છે.

૧૩. આપ બેંકમાંથી લોનો અથવા અન્ય ફેસીલીટી બેંકના ડેબીટ અથવા ક્રેડીટ કાર્ડ લેવા માગો છો અથવા રહેઠાણ માટે લોન લેવા માગો છો તે ઈન્કમટેક્સ રીટર્નો ભરવા ખૂબ જ જરૂરી છે.  સમયસર ભરતા હશો તો વધારે વજન પડશે, વધારે વિશ્વસનીય ગણવામાં આવશે.

૧૪. (અ) અગર આપ રેગ્યુલર એડવાન્સ ટેક્ષ ભરતા હશો, ઈન્કમટેક્ષ રીટર્ન ભરતા હશો તો આપના ઉપર ઈન્કમટેક્ષની કોઈપણ કલમ ૧૩૨ના કાયદાની જોગવાઈ હેઠળ થશે તો પણ આપને ઘણી જ રાહત થશે.

(બ) અગર આપ ટેક્સ ભરવામાં નિયમિત નથી એટલે કે આપ એડવાન્સ ટેક્ષ ભરતા નથી. રીટર્નો મોડા ભરો છો. આપનો ટેક્ષ સેલ્ફ એસેસમેન્ટના માધ્યમથી ભરો છો તો મોડું રીટર્ન ભરતાં આપનું સેલ્ફ એસેસમેન્ટ ટેક્ષ અને વ્યાજ રૂા. ૧,૫૦૦/-થી વધારે હશે તો હાલના ઈન્કમટેક્સ કાયદા હેઠળ ઈન્કમટેક્સ રીટર્ન સમયસર ન ભરવા માટે, મોડું ભરવા માટે જેલની સજા થઈ શકે એવો કાયદો છે અને હમણાં, હમણાં ઈન્કમટેક્ષ વિભાગે રીટર્ન મોડા ભરવા માટે જેલના ખટલા માટે કોર્ટની કાર્યવાહી જોરદાર ચાલુ કરેલ છે તેની નોંધ લેશો.

(ક) ઈન્કમટેક્ષ રીટર્ન મોડું ભરવાથી અને એડવાન્સ ટેક્ષ ઓછો ભરેલ હોય તો કલમ ૨૩૪-એ મુજબ વ્યાજ ભરવું પડે છે.

૧૫. કલમ નંબર ૨૩૪-એફ મુજબ લેટ ફી ભરવી પડે છે. ઈન્કમટેક્ષ રીટર્ન ૩૧મી જુલાઈ અથવા ૩૦મી સપ્ટેમ્બર મુજબ કલમ ૧૩૯ (૧) મુજબ મોડું ભરવાથી ડિસેમ્બર સુધી ભરનારને રૂા. ૫,૦૦૦/-ની ફી ભરવી પડશે. ડિસેમ્બર પછી રીટર્ન ભરનારે રૂા. ૧૦,૦૦૦/- ની ફી ભરવી પડશે. નોંધઃ આપની આવક રૂા. પાંચ લાખની અંદર હોય તો રૂા. ૧૦૦૦/- સુધી ફી ભરવી પડશે.

૧૬. ઈન્કમટેક્ષ રીટનર્  સમયસર ભરવા માટે નીચેની વિગતો આપ તૈયાર રાખો.

૧) (અ) આપની બેંકોના સ્ટેટમેન્ટ, પાસબુક સમય ૧-૪-૨૦૧૮થી ૩૧-૩-૨૦૧૯ સુધી ભરીને તૈયાર રાખો.

(બ) ડીમેટ ખાતાઓ દરેક શેર દીઠ સમય ૧-૪-૨૦૧૮થી ૩૧-૩-૨૦૧૯ સુધી તૈયાર રાખો.

(ક) શેર બજારના વ્યવહારો માટે આપના શેર બ્રોકર પાસેથી ગ્લોબલ રીપોર્ટ, ખાતાનો ઉતારાઓ તૈયાર રાખો.

(ડ) આપને કલમ ૮૦-સી માટે લાઈફ ઈન્સ્યુરન્સ રસીદો, પીપીએફની રસીદો, બેંકની ફીક્સ ડીપોઝીટ રસીદો.

(ઈ) ટેક્ષ કપાત સર્ટિફિકેટસ. (ફ) પગારના સર્ટિફિકેટ્‌સ, વ્યાજ સર્ટિફિકેટ્‌સ.

(૧) મેડીક્લેમની રસીદો, ડોનેશનની રસીદો.

(૨) આપના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવાનું હોય છે. આ બંને કાર્ડ તૈયાર રાખો.

(૩) આપ દરેક બેંકોના ચેકોની ઝેરોક્સ કોપીઓ તૈયાર રાખો.

(૪) અગર આપને ટેક્સ ઓડીટ કરાવવું પડે તો આપની ડીજીટલ સીગ્નેચર (સહી) વેલીડ છે કે પૂર્ણ થઈ ગયેલ છે કે નહીં તે ચેક કરી લો.

(૫) આપનો મોબાઈલ નંબર, ઈ-મેઈલ તૈયાર રાખો.

(૬) અગર આપ કોઈપણ કંપનીના ડાયરેક્ટર છો તો કંપનીનું નામ, પાન નંબર, ડીન નંબર, ખાતાનો ઉતારો.

(૭) અગર આપ ભાગીદારી પેઢીમાં ભાગીદાર છો તો ભાગીદારી પેઢીનાં પાન નંબર, ખાતાનો ઉતારો.

(૮) અગર આપ કોઈપણ અનલીસ્ટેડ કંપનીના શેરહોલ્ડર હો તો કંપનીનો પાન નંબર, વર્ષની શરૂઆતના શેરો, કિંમતમ, ચાલુ વર્ષમાં ખરીદેલ શેરો કિંમત અને વર્ષ આખરના કેટલી સંખ્યામાં શેરો છે અને ટોટલ કિંમત. 

(૯) આપની પાસે કેટલા ઓનરશીપ માલિકીના ઘરો છે તેનું નામ, સરનામું. (નોંધઃ એકથી વધારે ઘર હોય તો આપે કાયદાનુસાર આપે ભાડે આપેલ છે તેવું માની લેવામાં આવશે.)

(૧૦) સેવીંગ ખાતાનું વ્યાજની વિગતો આપો. અગર આપ સિનિયર સીટીઝન હો તો સેવીંગ, બેંકોનું વ્યાજ, બેંકની ફિક્સ ડીપોઝીટનું વ્યાજ કલમ ૮૦ ટીટીબી. રૂા. ૫૦,૦૦૦/- સુધી બાદ મળે છે.

(૧૧) અગર આપ ઈન્કમટેક્ષ માટે નોનરેસીડન્ટ છો/ક્લેમ કરો છો તો આપે આપનો પાસપોર્ટ નંબર, આપ છેલ્લા પાંચ વર્ષમાં કેટલા દિવસ ભારતમાં હતા અને કેટલા દિવસ ભારત બહાર હતા તે પુરાવા સાથે આપો.

(૧૨) અગર આપ ઈન્કમટેક્ષ માટે નોનરેસીડન્ટ છો તો આપ કયા દેશના રેસીડન્ટ છો, ટેક્સપેઅર, ઓળખનંબર, ટીન નંબર અથવા આપનો પાસપોર્ટ નંબર.

(૧૩) આપ ભારતના નાગરિક અને ટેક્સ રેસીડન્ટ છો અને આપનું ભારત બહાર બેંકમાં ખાતું છે. શેરો છે, મિલકતો છે, આવક છે, આપની સહી, પરદેશની બેંકમાં ચાલતી હોય તો અથવા પરદેશના ટ્રસ્ટમાં આપ કોઈપણ જાતનાં ટ્રસ્ટમાં બેનીફીશયરી છો તો તેની વિગત તૈયાર રાખો. પરદેશની આવક બતાવવી તથા મિલકતો બેંક એકાઉન્ટ આપને આપના ઈન્કમટેક્ષ રીટર્નમાં બતાવવા જરૂરી છે. આપની ભારતની આવક કરપાત્ર ન હોય છતાં પણ આપને ઈન્કમટેક્ષ રીટર્ન તથા પરદેશની મિલકતો, બેંક એકાઉન્ટ બતાવવા જરૂરી છે તે સર્વે વિગતો તૈયાર રાખો.

(૧૪) અ- અગર આપે જગ્યાનું ભાડું આપેલ છે. કલમ ૧૯૪-આય મુજબ (રૂા. ૧,૮૦,૦૦૦/- વર્ષ દરમિયાન) ભાડાની વિગતો તૈયાર રાખો. ભાડુતનું નામ, પાન નંબર, ટીન નંબર તૈયાર રાખો)

(બ) અગર આપ વ્યક્તિ છો અથવા એચયુએફ છો અને મહિનાનું ભાડું રૂા. ૫૦,૦૦૦/- અથવા વધારે ચૂકવો છો.

(૧૫) આપના જુના શેરો અથવા મ્યુચ્યુઅલ ફંડના યુનિટો વેચશો તો આપને સામાન્ય સંજોગોમાં ૨૦ ટકા ટેક્સ ભરવો પડશે. અપવાદરૂપ અગર આપ સાબિત કરી શકો કે આપે ખરીદી તથા વેચાણ વખતે સીક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્ષ ભરેલ છે અથવા અપવાદરૂપ ૨૦૦૪ પહેલાં શેરો લીધેલ હોય અથવા બોનસ અથવા રાઈટ ઈશ્યુ વડે શેરો મળેલ છે. (જે સીબીડીટી સરક્યુલર નંબર ૩૭૦૧૪૯/૨૦/૨૦૧૮ ટી.પી.એલ. તારીખ ૪ ફેબ્રુઆરી-૨૦૧૮ મુજબ અને આપને ૩૧મી જાન્યુઆરી-૨૦૧૮નો બજારભાવ ને આપની ખરીદકિંમત ધારી લેવા માટે રજા મળશે અને બાકીના નફા ઉપર ૧૦ ટકા ટેક્ષ ભરવો પડશે આથી આપ જુના શેરો (લીસ્ટેડ શેરો ૧૨ માસથી વધારે અને અનલીસ્ટેડ શેરો ૨૪ માસથી વધારે સમય માટે રાખેલ હોય.)

ચાલુ સાલમાં જુના શેરો એટલે કે ૧૨ માસથી જુના હોય તો ઉપર મુજબ ક્યારે ખરીદ્યા. સીક્યુરીટી ટ્રાન્સેક્શન ટેક્ષ. ખરીદી તથા વેચાણ ઉપર ભરેલ છે તેની સર્વે વિગતો તૈયાર રાખો.

૧૬. આપે કોઈપણ જમીન, ફેક્ટરી, ગોડાઉન, ઘર ખરીદેલ હોય અથવા જુનું ઘર વેચેલ હોય અને નવું ખરીદ્યું હોય તો ટેક્ષની ગણતરી માટે.

(૧) ખરીદી દસ્તાવેજ, વેચાણ દસ્તાવેજ તથા સ્ટેમ્પ ડ્યુટી પ્રમાણે કેટલી કિંમત ગણવામાં આવેલ છે તેવા દસ્તાવેજો પુરાવા તૈયાર રાખો. નવું ઘર, મકાન, ઓફીસ કરતા ૧ ટકાનો ટેક્ષ કાપેલ છે તેના દસ્તાવેજો તૈયાર રાખો.

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates