હોય તો એ સાચો...

હોય તો એ સાચો... - ધર્મ હિતેન્દ્ર શાહ, ભુજ (અંગીયા)

- માનવીમાં માનવતા હોય તો એ સાચો માનવી.

- માલિકમાં દયા હોય તો એ સાચો માલિક.

- મિત્રમાં વફાદારી હોય તો એ સાચો મિત્ર.

- વેપારીમાં નમ્રતા હોય તો એ સાચો વેપારી.

- શિષ્યમાં સમર્પણ હોય તો એ સાચો શિષ્ય.

- ગુરુમાં વાત્સલ્ય હોય તો એ સાચો ગુરુ.

- નોકરમાં પ્રમાણિકતા હોય તો એ સાચો નોકર.

- ધનવાનમાં ઉદારતા હોય તો એ સાચો ધનવાન.

- સાધુમાં સમભાવ હોય તો એ સાચો સાધુ.

- નાગરિકમાં દેશપ્રેમ હોય તો એ સાચો નાગરિક.

- સૈનિકમાં હિંમત હોય તો એ સાચો સૈનિક.

- ડૉકટરમાં સહિષ્ણુતા હોય તો એ સાચો ડૉકટર.

- વિદ્યાર્થીમાં ખંત હોય તો એ સાચો વિદ્યાર્થી.

- ન્યાયાધીશમાં ઈન્સાફ હોય તો એ સાચો ન્યાયાધીશ.

- બાળકમાં જિજ્ઞાસા હોય તો એ સાચો બાળક.

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates