હે ઈશ્વર.. એટલું તું આપ

હે ઈશ્વર.. એટલું તું આપ - રોશની ગૌતમ શાહ, ભુજ

દૃષ્ટિ એવી આપ જે સ્વના દોષ, પરના ગુણ જોઈ શકે.

સામર્થ્ય એટલું આપ જે મારી ત્રુટીઓને દૂર કરી શકે.

હૃદય એવું આપ જેમાં કરુણાનું ઝરણું નિરંતર વહેતું રહે,

મન એવું આપ જે હંમેશાં સારા વિચારો ગ્રહણ કરે.

બુદ્ધિ એવી આપ જે જીવનને સન્માર્ગે વાળે.

મનોબળ એવું આપ જે ઈન્દ્રિયોના વિકારોનું શમન કરે.

આત્મવિશ્વાસ એવો આપ જે આત્મસંતોષનું કારણ બને.

સ્મરણશક્તિ એવી આપ જે તેં ચીંધેલા માર્ગને કદી ન વિસરે.

પદ એવું આપ જેમાં ‘હું’ પદનું સ્થાન ન રહે.

નહિતર મેં માંગેલું, તેં આપેલું સઘળું વ્યર્થ જશે.

 

 

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates