હાઈકુ

હાઈકુ - ઝયોતિકા અશોક મહેતા, કલીકટ

ટાળે ન ટળે

છતાં પણ જે ટળે

તે જ ગોટાળો.

**

કમળ પત્રે

ઝાકળ બિંદુ જાણે

વિરહ અશ્રુ.

**

વનમાં રડે

ચાંદલો વનરાઈ

આંસુડે ઝૂલે.

**

તું ચંદ્ર તણા

ઉપવનમાં શાને

તિમિર માંગે.

**

શિલ્પા કૃતિઓ

છીપોની પંક્તિઓનો

સાજ શણગાર

 

 

(કચ્છ ગુર્જરી એપ્રિલ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates