હાથમાંથી સરી ગઈ !!!
K. G. Article Winner Certificate July

હાથમાંથી સરી ગઈ !!! - માનસી મૃદુલભાઈ સંઘવી, માંડવી

હજુ તો એ કળીએ જરા જરા ખીલવાનું જ શરૂ કર્યું હતું,
વાયરાના સ્મિતે હજુ તો લહેરાવાનું જ શરૂ કર્યું હતું,
અને સંભળાયું ધ્યાન રાખજો ક્યાંક હાથમાંથી નીકળી ન જાય....

અરે, સાથી સંગાથીઓ સાથે હજુ તો હળવાનું શરૂ જ કર્યું હતું,
અને ફૂલોના મઘમઘતા બાણોએ હજુ તો ઘાયલ જ થઈ, 
કે સંભળાયું ધ્યાન રાખજો ક્યારે હાથમાંથી સરકી જાય....

ભમરાઓ સાથેની ગુફ્તગુ નો હજુ તો ફણગો જ ફૂટ્યો,
ને ચારે બાજુ એક કાંટાળી દીવાલ રચાઈ ગઇ!
કે અરે ધ્યાન ના રાખ્યું ને એટલે જ હાથમાંથી નીકળી ગઈ....

અને કળીને તો હજુ સુધી ખબર જ ના પડી કે આ દ્વિમુખી બંધનો ક્યાંથી લદાયા,
અને નિયંત્રણોના તાણાવાણામાં ગૂંચવાઈ ને ક્યારે અંદરોઅંદર એ મુરઝાઇ ગઈ!
અને બસ એ કુવિકસિત કળી હાથમાંથી નીકળી ગઈ....

ખબર જ ના પડી કે એ કળી હતી કે કપાસનું એક તાંતણું,
કે એ જિંદગી, એ કળીમાંથી પુષ્પ બનતા બનતા તો હાથમાંથી જ સરી ગઇ....

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates