હસે તેની દુનિયા વસે

હસે તેની દુનિયા વસે - હંસાબેન કનુભાઈ શીવચંદ શાહ, કલીકટ (માંડવી)

મારું સાચું નામ હસુમતી છે.

ગમે તેવા વાતાવરણમાં હસવું- હસાવવાનો મારો કુદરતી સ્વભાવ છે. સંગાથમાં બેઠેલામાં કોઈકને હસવાનું કે મીઠી મશ્કરી કરવાની પસંદ ન હોય તો ચૂપ થઈ જવાનું.

અત્યારે મારી ૮૦ વર્ષની ઉંમર છે પણ આદત મુજબની ટેવ છે. હસવું-હસાવવું-આનાથી શારીરિક સ્ફૂર્તિ રહે છે. પણ જોવાનું છે કે હાસ્ય નકલી પણ હોઈ શકે. એનાથી ચેતીને દૂર રહેવું.

સંગાથમાં બેઠા હોઈએ ત્યારે ઘણાં પ્રકારની ગોષ્ઠી ચાલતી હોય ત્યારે કોઈ વ્યક્તિ કારણસર ઉશ્કેરાઈ જાય ત્યારે એકાદ હાસ્યવૃત્તિવાળી વ્યક્તિ એ નાના રમુજી હાસ્યનો ટુચકો સંભળાવીને બધાને આનંદનાં વાતાવરણમાં લાવવાનું.

શાહબુદ્દીન રાઠોડનું નામ પ્રખ્યાત છે.

નવજાત શિશુથી ઉત્તરોત્તર મધ્યવયી અને પુખ્તવયની વ્યક્તિને પણ કુદરતે અમૂલ્ય બક્ષિસ અર્પી છે.

જીવનમાં ચડ-ઉતરને સહન કરવા માટે ઈશ્વરે હાસ્યની અમૂલ્ય ભેટ આપેલ છે. તેનો સદ્ઉપયોગ કરી પોતે લાભ લેતાં આજુબાજુની અન્ય વ્યક્તિ માટે ઉપયોગમાં લેવી જોઈએ.

મારા જીવનમાં સદાય યાદ રહે એવી વ્યક્તિ અત્યારે હયાત જ છે અને એ વ્યક્તિને ઈશ્વર લાંબુ, નિરોગી આયુષ્ય આપે એવી મારી પ્રાર્થના છે.

એક વ્યક્તિનું નામ છે. કુ. પ્રભાબેન વસા. માંડવીમાં શ્રી ખીમજી રામદાસ સ્કૂલમાં પ્રિન્સીપાલ હતા. બીજી વ્યક્તિનું નામ છે ડૉ. ચંદ્રિકા જેવતભાઈ શાહ.

આ બંને બહેનો એડનમાં જન્મેલાં છે. (અને સાથે હું પણ એડનમાં જન્મી છું)

 

 

 

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮)

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates