હસે તેની દુનિયા વસે

હસે તેની દુનિયા વસે - ધનસુખ અમરશી મોરબીઆ, દાદર (નાની રવ)

શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; દ્વિતીય વિજેતા

 

પ્રસ્તાવના : હું ‘કચ્છ ગુર્જરી’ ’નવલપ્રકાશ’‘દિવ્ય તેજ’, ‘પાખાડી દર્પણ’, ‘દીપ જ્યોત’ વગેરે માસિકોમાં રેગ્યુલર લેખ મોકલું છું. ‘કચ્છ ગુર્જરી’ની દરેક વર્ષની નિબંધ સ્પર્ધામાં ભાગ લઉં છું. ‘કચ્છ ગુર્જરી’માં અવારનવાર લેખો આવે છે.

**

કુછ પાકર ગુજાર દી, કુછ ખોકર ગુજાર દી,

જિતની ગુજારી હમને,  હંસકર ગુજાર દી.

તાણમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ ઉપાય છે મુક્ત હાસ્ય. જેમ સુપાચ્ય ભોજન સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવે છે, તે જ પ્રમાણે મુક્ત હાસ્ય તન-મનને તંદુરસ્તી બક્ષે છે. આજે હાસ્યનો જાણે દુકાળ પડ્યો હોય એવું જણાય છે. માટે સવારમાં ઠેર ઠેર લાફીંગ ક્લબ’ના નામે મેમ્બરો ભેગા થઈ હાસ્ય મેળવવા પ્રયત્ન કરે છે.

Count your life by smiles not by Tears,

Count your Age by Friends, not by Years.

હાસ્ય લેખો તો હાસ્ય છે ભણતર,  નહિંતર તીખો તાપ,

મુસીબતોને પાર કરે તે, સુખિયો આપો આપ!

જીવન જીવવાની સર્વોત્તમ જડીબુટ્ટી એટલે મુક્ત હાસ્ય, જીવનમાં આપણે ખુશ હોઈએ, એ મજાની વાત છે પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય, જ્યારે લોકો આપણાથી ખુશ હોય.

વજન તો સિર્ફ હમરી ઈચ્છાઓંકા હૈ,

બાકી જિંદગી બિલકુલ હલકી ફુલકી ઔર હસીન હૈ!

રોજ આવી હરિ (ભગવાન) કાનમાં પૂછે છે, બોલ શું જોઈએ છે? અને મારો એક જ જવાબ ‘કશું જોઈતું નથી’ પણ રોજ હસતાં હસતાં પૂછતા રહેજો. હાસ્ય એવી વસ્તુ છે કે જો તમે ધારો તો બીજાને આપી શકો છો. મારા અસ્ત સુધી, વ્યસ્ત રહું, મસ્ત રહું અને જબરદસ્ત રહું એવી શક્તિ આપજે પ્રભુ!

ફોટોગ્રાફર પણ આપણને કહે છે કે ‘હસતું મોઢું રાખો, બાકી હું સંભાળી લઈશ!’

દુઃખનું કારણ ધર્મનો અભાવ,

સુખનું કારણ ધર્મનો પ્રભાવ અને,

હાસ્યનું કારણ પોતાનો સ્વભાવ.

સૌથી સહેલો છતાંય સૌથી અઘરો ભાવ એટલે સહજ ભાવ. (હાસ્ય). સ્મિતના દોરાથી દુઃખને, ભીતરમાં સીવી લે છે!

એક સરળ સ્વભાવનો ટપાલી, જાદુ કરે છે મહાન,

એક જ થેલામાં ભરે છે, આંસુ અને મુસ્કાન!

આનંદ એવી વસ્તુ છે કે જો તમે ધારો તો બીજાને આપી શકો છો, જિંદગીમાં બધું જ છોડી દો તો ચાલશે, પણ ચહેરા પરનું સ્મિત અને ઉમ્મીદ ક્યારેય ન છોડવી. હાસ્ય એક ઉત્તમ ઔષધ છે, હાસ્ય એક સારી કસરત પણ છે.

જીવનના માર્ગ પર હંમેશા ફૂલો વેરાયેલાં હોતાં નથી, આ માર્ગ પર ક્યારેક કાંટા પર ચાલવાનો પણ વખત આવે છે, આધુનિક યુગમાં મનુષ્યને અનેક પ્રશ્નો મુંઝવતા રહે છે. આથી તે સતત તાણ (ટેન્શન) અનુભવે છે. સમસ્યાઓથી ભરેલા જીવનમાં તાણમાંથી રાહત મેળવવાનો સરળ અને શ્રેષ્ઠ ઉપાય હાસ્ય છે.

નિષ્ણાત ડોકટરોના મત પ્રમાણે મોટા ભાગના રોગો આપણા નાદુરસ્ત મનના કારણે થતા હોય છે, મન અસ્વસ્થ હોય તો તેની શરીર પર માઠી અસર થાય છે, ખડખડાટ હસવાથી આપણાં ફેફસાંમાં ઘણો પ્રાણવાયુ જાય છે અને શરીર તંદુરસ્ત રહે છે. ચિંતાના કારણે સ્વભાવ ચીડિયો બની જાય છે, ચીડિયો સ્વભાવ કોઈને ગમતો નથી. જ્યારે હાસ્ય વેરતો ચહેરો સૌને ગમે છે. સામાન્ય જીવનમાં પણ જે રમુજી સ્વભાવ ધરાવે છે, જે હસતો રહે છે તેના અનેક મિત્રો હોય છે, તે પોતાનું કામ સરળતાથી પાર પાડી શકે છે. હસમુખા સ્વભાવનો માનવી ગમે તેવી અવસ્થામાં પણ સ્વસ્થ રહી શકે છે અને આફતમાંથી ઉગરવાનો માર્ગ શોધી શકે છે. કહેવત છે કે, ‘હસે તેનું ઘર વસે’ ટી.વી. પર પણ હાસ્યના કાર્યક્રમો વધારે લોકપ્રિય થતાં હોય છે.

હસો હસો સમય છે હજી લ્યો હસી,

પરંતુ હસવા સમી ના બનાવશો જિંદગી.

આપણા જીવનમાંથી હાસ્ય વિલાઈ ન જાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતિમાં આપણે સ્વસ્થ રહેતાં શીખવું જોઈએ. આપણે હંમેશા હકારાત્મક વલણ રાખવું જોઈએ. ‘ઈશ્વર જે કરે છે તે સારા માટે જ કરે છે એવો દૃઢ વિશ્વાસ રાખવો જોઈએ તો જ આપણું હાસ્ય વિલાઈ જતું અટકશે.

આપણે કોઈની મજાક કરીએ કે તેને ઉતારી પાડીને કે તેના દિલની લાગણી દુભાય તેવું વર્તન કરીને હસવું ન જોઈએ કે ન કોઈને હસાવવા જોઈએ. આપણું હાસ્ય હંમેશાં નિખાલસ, કોઈ ડંખ વિનાનું અને નરવું હોવું જોઈએ.

આપણે આપણી જાત પર પણ હસી લેતાં શીખવું જોઈએ, મહાન હસ્ય લેખક જ્યોતીન્દ્ર દવે પોતાની જાત પર હસી લેતા. મહાન કલાકાર ચાર્લી ચેપ્લીન પણ પોતાની જાત પર હસી લેતા. આથી જ તેઓ લોકપ્રિય બન્યા હતા. જે સહનશક્તિ કેળવી શકે તે જ પોતાની જાત પર હસી શકે. મનને પ્રસન્ન અને પ્રફુલ્લિત રાખવાનો એક માત્ર ઉપાય હા  છે. જે મનુષ્ય હસી શકે છે અને બીજાને હસાવી શકે છે તેને સમસ્યાઓ મુંઝવતી નથી.

જીવનમાં અવારનવાર હાસ્યપ્રસંગો બનતા જ રહે છે. મનને પ્રસન્ન રાખીને સમસ્યાઓનો ઉકેલ શોધે તે જ સાચો મનુષ્ય કહેવાય. હાસ્ય અંગેના કેટલાક જોક્સ અહીં લખું છું, જરૂર મજા આવશે.

૧) જો આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એના દાંતનો રંગ કેવો હોય?  વિચારો, વિચારો, હજી વિચારો છો? અલ્યા ભલા માણસ, તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા?

૨) એક સ્ત્રી ઈન્ટરવ્યુ દેવા ગઈ, ઈન્ટરવ્યુ લેનારે પૂછયું, ‘આપ શું કરો છો?

લેડી : હું પાયલોટ છું.

ઈન્ટરવ્યુ લેનારે પૂછયું, આપ શું ઉડાડો છો?

સ્ત્રી : પતિના પૈસા!

૩) ગ્રાહક : મેં રેડીયો ખરેખર નીચે ફેંક્યો અને એ ચાલુ થઈ ગયો.

દુકાનદાર : સારું, તો રીપેરીંગના ૧૦૦/- આપો.

૪) પત્ની : મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં પતિ અને પત્નીને જુદાં રહેવું પડે છે.

પતિ : અરે ગાંડી ! એટલે જ તો એ સ્વર્ગ કહેવાય.

૫) પપ્પા, પાંચ વત્તા પાંચ કેટલા થાય?

છગન : ગધેડા, મુરખ, નાલાયક એટલુંય નથી આવડતું, જા અંદરથી કેલ્ક્યુલેટર લઈ આવ જા.

૬) પત્ની : હું હમણાં જ બ્યુટી પાર્લરમાં જઈ આવી, સાચું કહેજો હું કેવી લાગું છું?

પતિ : એમ તો અત્યારે પણ સારી લાગે છે, પણ નાહી ધોઈને ફ્રેશ થઈ જા એટલે વધુ સારી લાગીશ.

૭) અનીલ : મારી પત્નીને કારણે હું લખપતિ બની ગયો.

મુકેશ : એટલે તારી પત્ની તારા માટે ખૂબ નસીબદાર છે એમને?

અનીલ : ના, પહેલાં હું કરોડપતિ હતો.

૮) એક મિત્ર તેના મિત્રને કહે મેં અખરોટ ખાવાની છોડી દીધી છે.

મિત્ર : કેમ?

કારણકે બધા દાંત પડી ગયા છે.

૯) મહેશ : ઠીક હૈ, યે મેરા કાર્ડ લો,

વેઈટર : મગર યે તો રેશનકાર્ડ હૈ.

મહેશ : તો બહાર શું મજાક માટે લખ્યું છે કે,‘ઓલ કાર્ડસ એક્સેપ્ટેડ હીયર.?

૧૦) મોબાઈલ અને મેરેજમાં શું સમાનતા છે?

જવાબ : બંને કેસમાં તમને એવું લાગે છે કે જો થોડીક રાહ જોઈ હોત તો આનાથી સારું મોડલ મળી જાત.

૧૧) ટીચર : બોલ મીન્ટુ, અઠવાડિયામાં કયા બે દિવસ ‘ટી’થી શરૂ થાય છે?

મિન્ટુ : ટુડે અને ટુમોરો.

૧૨) શિક્ષક : ઓફીસ સ્ટાફને બોનસ આપતી નથી, આનું ભવિષ્યકાળ બનાવો.

વિદ્યાર્થી : ઓફીસનો સ્ટાફ કાલથી રજા ઉપર જશે.

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates