હાલો ભેરુ ગામડે

હાલો ભેરુ ગામડે - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢસીસા)

ગાજે છે ગીત જ્યાં હેતના રે,

રંગ ભર્યું નાનું રૂપાળું મારુ ગામડું,

નદીયુનાધીમા મીઠા નીર રે,

સુખમાં સુખિયા સૌ સાથમાં રે,

દુખમાં ભેળું છે આખું ગામ રે,

ધરતી  ખેડે છે, સૌ સાથમાં રે,

ધંધા વિનાનું નથી કોઈ રે,

ઘેર ઘેર ઘંટીઓ ગજતી રે લોલ,

રેટિયાનો મીઠો રણકાર રે,

ઊચા નીચા નથી ભેદરે,

        ગામડામાં હજી થોડી માનવતા છે, સુખદુખના પ્રસંગોમાં આખું ગામ એકબીજાને મદદ કરે છે, ગામના સૌ એકમેકમાં ગૂંથાયેલા રહે છે,

        બળતા બપોરમાં ઉનાળામાં બપોરના લૂ વાતા વંટોળમાં રાયનની કોકડી ખાઈ કેરી કપુરિયા ખાઈ, રોટલો ને દહી ખાવાની, વડલાના છાયણે બેસી રહેવાની અનેરી મજા છે,

        પ્રકૃતિ જાણે માનવને બોલાવીને સાદ પાડતી હોય, દૂરની ડુંગર માળ, નદીઑ  કેરી ભેખડ, ખેતરો કેરી હાર, પંખીઓના કલરવ, રૂમજૂમ વહેતા ઝરણા ઑ, ઠંડા ઠંડા વાહતા વાયરાઓ આપની સાથે લીન થવા માગતા હોય એવું લાગે છે,

        ક્યારેક ગામે જઈને ખેતર કે વાડીએ જઈ પ્રકૃતિ સાથે સુસજ્જ થઈને મૈત્રી કેળવ્જો પૂછી જુવો એ પ્રકૃતિના રંગ તમારા જીવનમાં આવતા જીવન મધુર રૂપી સોનેરી રોશનીથી ચમકી ઉઠશે

        પરોઢના પ્રભાતિયામાં જ્યાં ધમ્મર વલોના ગુંજતા હોય, જ્યાં 33 કરોડ દેવતા ગાય ને ગૌ માતા ગણીને છણબોવર થતાં હોય, સ્ત્રીઓ પોતાની દિનચર્યામાં પરોવાયેલી હોય, પરભાતિયા ગાતે  ગાતેરોટલા બનાવતી હોય, જ્યાં બાળકોની શાળાની ચિચિયારીઓ શરૂ થઈ ગઈ હોય, શાળાઓ ખૂલતાં દૌડ લગાવતા ઝડપી દોડીને રિસેશમાં ગોળા, પીપર, ટોસની મજા લૂટવાની હોય, વરસાદના તોફાનમા ઝરમર ઝરમર ભીજ્જ્વાની છત્રી પવનમાં કાગડો થવાની આહાહા.........

        વીજ કડાકા કરે ઊર્મિઓ નાચે તનમનમાં,”

        મોત્તી થઈ માટીમાં મળતા, દાણા થઈને હસતાં,

        નવા રૂપ ધરતીના શોભે, નવા પૂર ધસમસતા,

        વરસાદ આવતા જ ખેડૂતો માટીમાંજ બી રોપીને એ દાણા થઈને બહાર આવતા ખેતર, વાડીમાં પાક લહેરાતો પ્રકૃતિ ચારેબાજુ ખીલી ઊઠે છે, ખેડૂતોની રંગ લાવે છે રોનક,

        નાની નાની ઝૂપડીઑ ઘાસની આંબા ડાળે હીચકે ઝૂલવાની, શેરડી ખાવાની ઝૂપડીઓની અંદર. આહાહા નીચે જમીનમાં ગાયનું ગોબર માટી ભેળવી લીપણ કરવું, એની ઠંડક્તા અનોખી, ઉપર ઝૂપડીમાં ઘાસ ચરાની લીપેલી, ગુથેલી

        ખેતરોમાં મોર અને ઢેલના સાદ રે,

        કોયલ નો કૂ કૂ રે,

        ધરતીનો સ્વર્ગ એ ગામડું.........

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates