ઘડપણની ઋતુ

ઘડપણની ઋતુ - રોશની ગૌતમ શાહ, ભુજ

હાથ-પગ ધીમા પડ્યા લાકડી બની આધાર,

દેખાઈ રહ્યું ધૂંધળું હવે આંખો બની ચાર.

સંભળાઈ રહ્યું થોડું - ઝાઝું બન્યા કાન લાચાર,

ઈન્દ્રિયોની શિથિલતા કહે કેમ હવે હું વર્તું?

આવે ઘડપણની ઋતુ.

સ્મરણ-વિસ્મરણમાં મૂંઝાયેલા મનને દઈએ લગામ,

દોડ-ભાગના જીવનમાં કરીએ થોડો વિશ્રામ,

માન-પ્રતિષ્ઠા મળ્યા ઝાઝા, પૂરા થયા શોખ તમામ,

સંબંધોની મૂડી મળી હવે નથી કંઈ ખપતું.

આવે ઘડપણની ઋતુ.

આવે સૌના જીવનમાં સત્ય છે આ, નથી અમસ્તી વાત

મન ભરીને માણશું લઈને એકબીજાનો સાથ,

જૂના સંભારણાઓ યાદ કરીને હસીએ લોથ-પોથ,

જીવનની અલબેલી ઋતુ કહેતી સઘળું ઈશ્વરને હવાલે કર તું.

આવે ઘડપણની ઋતુ.

 

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates