ફોરવર્ડ

ફોરવર્ડ - ઝયોતિકા અશોક મહેતા, કલીકટ [ કેરળ ]

સોશ્યલ મીડિયા માટે ખુબ જ પ્રચલિત એવો આ શબ્દ ફોરવર્ડ  . . . 

કોઈ પણ જાતના સમાચાર જે ઓડિયો, વિડીયો, કે લખાણમાં હોય તે બીજાને પહોંચાડવા માટે ખુબજ જરૂરી છે, સહજ છે, ત્વરિત પહોંચી જાય, સમયની બરબાદી નહિ, પરંતુ  . . .

આ બધુજ વૉટ્સઍપમાં મોકલતા પહેલા શું વિચાર્યું છે કે, તમે મોકલાવેલ સમાચાર કોને ઉપયોગી છે? કોણ એ સમાચાર માટે ઉપયોગી છે? સમાચાર કોને? કેમ? ક્યાં? ક્યારે? કેટલા? કેવા? મોકલવા તે જાણવું, સમજવું, વિચારવું સ્વીકારવું, પણ એટલું જ જરૂરી છે.

જે સમાચાર - ફોટાઓ - ઓડિયો - વિડીયો - દૂરદર્શન, સમાચાર પત્ર, રેડિયોમાં આવી ગયા હોય, આવતા જ હોય, તે વૉટ્સઍપમાં મોકલવા જરૂરી છે? ગ્રુપમાં પણ આવી ગયેલા મેસેજ જોયા, સાંભળયા, વિચાર્યા વગરજ એના એજ મેસેજ મોકલાવતા પહેલા વિચારવું જરૂરી નથી? અરે! કયરેક તો એના એજ મેસેજ 2 - 3 - 4 - વાર આવતા હોય છે ગ્રુપ માં! આને જોવા, સાંભળવા, અને કાઢી નાખવામાં કેટલા બધા સમયની બરબાદી, કંટાળો આવે તે વધારામાં, મોબાઈલ ચાર્જ કરવામાં વીજળીનો ઘાણ નીકળે તે અલગ, એટલા લાંબા મેસેજ કે અડધું પડધું વાંચે ના વાંચે ને નાખો કચરા પેટી [ ડસ્ટબીન ] માં, તો તમે મહેનત કરી ને, ખુબ જ ઉત્સાહથી એમ વિચારીને કે પહેલો મેસેજ હું મોકલાવું એવી ખુશીમાં રાચતા રાચતા મોકલાવેલ મેસેજની કિંમત શું? 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates