ફરી બાગબાન કોઈ રડે છે

ફરી બાગબાન કોઈ રડે છે - બીના ચિંતન સોમૈયા, ભુજ

જીવન સબંધોથી ભરપૂર છે, ચારે તરફ નજર કરીએ તો કોઈ ને કોઈ સંબંધ જરૂર દેખાઈ આવે. પણ જરૂરત સમય હાજર રહી શકે એવા સંબંધ કેટલા?? લાગણીનો તરશ્યો મનુષ્ય જીવનમાં ડગલે ને પગલે અલગ અલગ સંબંધો તરફ ઢળતો હોય છે, જીવનની પ્રભાતે માતાપિતાના પ્રેમ તરફ, મધ્યાહને મૈત્રી ને પ્રિયતમાના સ્નેહ તરફ અને સંધ્યાકાળે? સંધ્યાકાળે સંતાનો તરફ થી મળવી જોઈએ એ કાળજી તરફ...

સંતાનો તો મોટા ભાગના કિસ્મત લઇને જ જન્મ લે છે પણ માતાપિતા ની મૂડી ની જેમ કિસ્મત પણ સંતાનોને મોટા કરવા માં ખર્ચાઈ જતી હોય છે. વૃદ્ધાવસ્થા સુધી પહોંચતા જાણે હાથની રેખાઓ પણ ભૂંસાઈ જતી હોય છે. બસ એકલતાની ક્ષણોમાં ભૂતકાળ વગોવી ક્ષણિક સ્મિત કરી આંખનો ભીનો ખૂણો લૂછી લેવું.. કારણ તો અલગ અલગ હોઇ શકે પણ પીડા તો પીડા જ છે. પેલા સંતાનની સેવા કરી ફરજ પૂર્ણ થતાં હાથ ખંખેરવા જેવી વાત સ્વીકારતા અનેક આંખો રડી હશે ને હજુ પણ જ્યાં સુધી માનવ સમાજનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ પ્રથા કાયમ રહેવાની...કોઈ ઉપાય છે પેલા રડતા બાગબાનને સાંત્વના આપવાનું?....તૂટેલા એના હૃદયના ટુકડા ને સાચવાનું?...કેવી કરી સમજાશે એ સંતાનોને એમના વડીલોની વ્યથા.?

હા. ધર્મગ્રંથો કહે છે કર્મ ઉભો હિસાબ કરવા, વાવેલા બીજમાંથી વૃક્ષનું સર્જન કરવા, પણ વર્તમાન ભૂતકાળ બની દીવાલે ચડી જાય પછી શું? સમય વિત્યા પછી સમયની કદર કરવાનું તાતપર્ય કદાચ સમજનું સર્જન કરી શકે પણ વિતેલી પળો ને વેદના નું ચુકવણું કેમ કરી શકે? તો પછી બીજો ક્યાં માર્ગ છે? ક્યાં પરિવર્તનની જરૂર છે? સમાજમાં ઉદ્દભવેલા લાગણી વિહોણા આ સંબંધને સુધારવા માત્ર એક જ માર્ગ છે પેલા બાગબાનને જ વર્તમાન બદલવાની જરૂર છે.. લાગણીના દરિયામાં ઓટ લાવી કઠોર થઈ જવાની જરૂર છે. આંસુની ધાર પણ વહે તો તેની સજા ગુનેગારને મળવી જ જોઈએ..

એક શકયતા છે સંબંધ અલવિદા કરી દૂર થશે, બીજી કદાચ સમયસર સમજણ આવી જશે,.. એક પ્રયત્ન બાગબાન કરે જાત માટે, ફરી જીવતા શીખી લે... જો સ્નેહ સાચો હશે તો સમજથી હાથ ઝીલી લેશે, જો સ્નેહમાં સ્વાર્થ નો વાસ હશે તો એ દૂર થઈ જશે.. સુંદર ભ્રમમાં જીવવા કરતા કડવી હકીકતમાં જીવન વધુ સારું રહેશે... બાગબાન જાતે સજાવેલા બાગના દરેક પુષ્પ અને એની સુવાસથી વાકેફ હોય છે તો શા માટે દુઃખી થઇ ને જીવવું. યોગ્યતા કરતા વધુ સંતાનોને સ્નેહ પીરસી માયાના બંધનોમાં બંધાઈ રહેવાની ભૂલ સુધારી બાગબાન પણ ખુશીથી જીવન જીવી શકે છે...

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates