એનકાઉન્ટર

એનકાઉન્ટર - ધનસુખ અમરશી મોરબીઆ, દાદર

૧)          પત્નીઓની કમાલ છે? પહેલાં પાંચ હજારની સાડી લાવી પોતે ઓઢે, પછી એની ગોદડી બનાવીને પતિને ઓઢાડે !

૨)          એક મિત્ર કહે છે કે, હું ઘણીવાર વિચારું છું કે સિગરેટ છોડી દઉં, પરંતુ એવું વિચારવા માટે પણ મારે સિગરેટ પીવી પડે!

૩)          કોઈએ ઝરણાને પૂછયું, ‘તારે દરિયો નથી થાવું? ઝરણાએ કહયું. ‘મોટા થઈને ખારું થવું એના કરતાં નાના રહીને મીઠું રહેવું સારું.’

૪)          સુખી થવાનો રાજમાર્ગ - વર્તમાન પરિસ્થિતિને તે જેવી છે તેવી સ્વીકારો.

૫)          આત્મસાત્‌ કરવા જેવું મજાનું સૂત્ર : ‘તમારો રોલ પૂર્ણ થાય એટલે તરત મંચ પરથી વિદાય લેવી.’

૬)          ચાંદ પર દાગ ચલેગા, શર્ટ પર નહિ!

૭)          વાત નાની છે પણ એના અર્થ મોટા છે. આખી જિંદગી બોજ ઉઠાવ્યો છે ખીલીએ અને લોકો વખાણ તસવીરના કરે છે!

૮)          ગયા જન્મમાં કરેલા પુણ્યની રસીદ, ભગવાન આ જન્મમાં ‘દીકરી’ના રૂપે આપે છે.

૯)          ઈશ્વર જંગલો બનાવી શકે, બગીચા તો માનવી જ બનાવે છે.

૧૦)       જોરદાર ગરમી છે શહેરમાં તો પણ લોકોના દિલ કેમ નથી પીગળતા?

૧૧)       ઈશ્વરને પોતાનો પાર્ટનર બનાવનાર કદી નિરાશ થતો નથી.

૧૨)       એક દિવસના મોત માટે માણસે આખી જિંદગી જીવવી પડે છે.

૧૩)       આનંદ એવી વસ્તુ છે કે જો તમે ધારો તો બીજાને આપી શકો છો.

૧૪)       ડોકટર જાન બચા શકતા હૈ, જીના નહિં શીખલાતા. ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ.

૧૫)       જિંદગીમાં સફળ નીવડવું છે? આ રહી ત્રણ સોનેરી સલાહ.

            - મને એની ખબર નથી એમ કહેતાં સંકોચ ન અનુભવો.

            - મારી ભૂલ થઈ ગઈ છે એવું કહેતાં અચકાવ નહીં.

             - ‘હું દિલગીર છું’ ‘સોરી’ એટલું બોલતાં ક્યારેય ખચકાવ નહિ.

૧૬)       મફત મળે તો કબૂલ મંજૂર ! ગુરુ હો કે ગુલાબજાંબુ!

૧૭)       સાસરીયું અને જેલ વચ્ચે તફાવત શું?

            - જેલમાં તમને બાંધી બાંધીને ફટકારે, પણ ક્યારેક છોડીય મૂકે!

૧૮)       મારગમાં તમને જે તોફાનો ભેટ્યાં, તેમાં જગતને રસ નથી. તમે નૌકા પાર ઉતારી કે નહીં એમાં રસ છે.

૧૯)       કોઈપણ કામ કદી કાલ પર મુલત્વી રાખશો નહિ, જો તે પરમ દહાડે કરી શકતા હો તો!

૨૦)       એકેય નેતાને સ્વાઈન ફ્લુ કેમ ન થયો?

            - સ્વાઈન ફ્લુ ફક્ત માણસોને થતો રોગ છે.

૨૧)       એક આંધળાએ બીજા આંધળાને ધમકી આપતાં કહ્યું, ‘હું તને જોઈ લઈશ?’

૨૨)       નવો જમાનો : કારમાં બેઠેલી મેડમને ભિખારી કહે, બહેનજી, ભગવાન કે નામ પે કુછ દે દો.

            - મેડમ : મેં તને ક્યાંક જોયો છે.

            - ભિખારી : યસ મેડમ, ફેસબુક પર આપણે ફ્રેન્ડ્‌સ છીએ.

૨૩)       સહુને જીત જોઈએ છે, છતાં ફૂલવાળાની દુકાને બધા હાર કેમ માંગે છે?

             - આ એક જ જગ્યા એવી છે, જ્યાં હાર મંગાય છે.

૨૪)       ઈન્ફેસીસના સ્થાપક નારાયણ મૂર્તિ અને તેમની પત્ની સુધા મૂર્તિ ઘરમાં નોકર રાખતા નથી, અને બધા જ કામ જાતે કરે છે.

૨૫)       સો વર્ષની ઉંમરવાળા સહુથી વધુ માણસો બલગેરીયામાં છે, કારણકે તેઓ દહીં-છાશનો આહાર નિયમિત લે છે.

૨૬)       વિશ્વમાં ત્રણ પ્રકારના માનવો હોય છે.

            ૧. જેઓ ઈતિહાસ વાંચે છે. ૨) જેઓ ઈતિહાસ લખે છે. ૩) જેઓ ઈતિહાસ રચે છે.

 

 

(કચ્છ ગુર્જરી એપ્રિલ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates