પડી ગઈ એકલી લતા,
વીંટળાઈ વળી થળ ને,
કરી કોશિશ આંબવાને,
ઉંચા આસમાનને,
છે સહારો થળનો તેને,
રહે છે ઝુમતી લીલીછમ,
સમય જતાં છૂટી ગયો સહારો,
થડ તણો, પડી એકલી,
લાગી મુરજાવા ધીરે ધીરે,
માનવરૂપી લતાને,
ખપે પરિવાર તણો થડ,
હસતી, રમતી, ખુશહાલ,
બને જિંદગી માનવોની,
છૂટી જાય સહારો, પરિવાર તણો,
આવે છે પાનખર એકલતાની..
(કચ્છ ગુર્જરી મે ૨૦૨૦માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)