એ વડીલો ગયા! જાણે સુવર્ણયુગ ગયો!

એ વડીલો ગયા! જાણે સુવર્ણયુગ ગયો! - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

દાદા દાદીના લાડ, એમની વાતો,એમની દિનચર્યા, એમની વાર્તાઓ, એમનો સ્નેહ જે કોઈએ માણ્યો હોય એ જ જાણી શકે.. આજના તો દાદા દાદી પણ હાઈટેક અને મોર્ડન થઈ ગયા છે... પણ હું એવી પેઢીની વાત કરું છું જે અત્યારે ૭૦-૮૦-૯૦ વર્ષના હશે.. કે ભગવાનને પ્યારા હશે..

રાત્રે જલ્દી સુવાની અને જલ્દી ઉઠવાની ટેવવાળા, રોજ દર્શન, પૂજા, પ્રતિક્રમણ કરવાવાળા, ટપાલ લખવાવાળા, કોઈ મળે તો ખૂબ વાતો કરવાવાળા....એ વડીલો... દિવાળીની મીઠાઈઓ અને પાપડપુરી, ઘણા, ખાજલા પ્રેમથી બનાવવાવાળા, મહેમાનોની આગતા-સ્વાગતા દિલથી કરવાવાળા, રિતી રિવાજો વ્યવહાર સાચવવા વાળા..એ.. વડીલો ડાયરીમાં ફોન નંબર લખવાવાળા, છાપા દિવસમાં બે ત્રણ-વાર ઉથલાવવાવાળા, પૈસો હોવા છતાંય કરકસરથી જીવવાવાળા, અથાણાં -પાપડમસાલા બધું ઘરે જ બનાવવાવાળા.. એ વડીલો, એ બાવળનું દાતણ કરવાવાળા, એ હમેશા નુસખા આપવાવાળા, એ ચકા-ચકી અને રાજા-રાણીની વાર્તા કહેવાવાળા, માંદગીમાં પ્રથમ નજર ઉતારવાવાળા.. એ વડીલો...

ઘી-તેલ ખાનારા પણ કોલેસ્ટેરોલનું ટેન્શન નહિ, કામ બધું હાથે કરે કામવાળીનું ટેન્શન નહિ, લાગણીના સ્ત્રોત અને વ્હાલનો દરિયો... એ વડીલો ગયા... જાણે એક સુવર્ણયુગ ગયો!

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates