એ નાનપણ ની માસુમીયત

એ નાનપણ ની માસુમીયત - ફોરમ હરીકાંત શાહ, વિરાર (માંડવી)

" એ નાનપણ ની માસુમીયત 
એની અલગ જ મજા હતી"


એ નાનપણ ની માસુમીયત 
એ નાનપણ ની મસ્તી
એ નાનપણ નુ ભોળપણ
પણ એની અલગ જ મજા હતી

હતા ઘણા રમાડવાવાડા પોતાના
રમકડાઓ ની તો જવલ્લે જ જરૂરિયાત હતી
હતી એક ઢીંગલી મારી પાસે
એની સાથે રમવામા જ હું તો ખોવાઈ જતી

એ નાનપણ ની માસુમીયત 
એ નાનપણ ની મસ્તી
એ નાનપણ નુ ભોળપણ
પણ એની અલગ જ મજા હતી

પડતા પડતા ઉભા થઇને રડતી પણ થોડું
પણ રડયા પછી ચોકલેટ પણ મેળવતા એક ખુશી ની લહેર ફેલાઈ જતી
રમતા કયારેક ઈ ચોકમાંના ગલૂડીયા સાથે તો કયારેક કબુતર સાથે
ઈ આજ ના મોબાઈલમાં કોઈ વાત નથી

એ નાનપણ ની માસુમીયત 
એ નાનપણ ની મસ્તી
એ નાનપણ નુ ભોળપણ
પણ એની અલગ જ મજા હતી

ફરવા જતા બગીચામાં તો કયારેક જતાં મેળામાં
દરેક મેળામાં પહેરવા મળતા નવા ફ્રોકની પણ એક મજા હતી
એ ફુઞ્ઞૉ લઈ ચીલ્લર ખણખણાવી પસૅ પહેરીને પણ પોતાને એક સ્ટાર સમજતી

એ નાનપણ ની માસુમીયત 
એ નાનપણ ની મસ્તી
એ નાનપણ નુ ભોળપણ
પણ એની અલગ જ મજા હતી

એ ચકેડામા બેસતા બાળકો રડતા
પણ મારે મન એમાં પણ એક મસ્તી હતી
કહેતી હજી જોરથી ફેરવો
મારે મન પડવાની કયાં ભીતિ હતી

એ નાનપણ ની માસુમીયત 
એ નાનપણ ની મસ્તી
એ નાનપણ નુ ભોળપણ
પણ એની અલગ જ મજા હતી

પડયા ઉઠયા પાછુ લાગ્યું
પાછી રૂજ આવતા એક દોટ મૂકી સડસડાટ હતી
વિદેશી આવ્યા મારી શાળા માં મારા ઈન્ટરવ્યુ માં અંગ્રેજી વાતૉ સાભળી ને માં ની આંખો માં ચમકાટ હતી

એ નાનપણ ની માસુમીયત 
એ નાનપણ ની મસ્તી
એ નાનપણ નુ ભોળપણ
પણ એની અલગ જ મજા હતી

કયારેક ભાગ લીધો વેશભૂષા માં બની મોર કરી થનગાટ હતી
તો કયારેક ભાવના માં ભાવ ભાવી કરી એક રમજાટ હતી

એ નાનપણ ની માસુમીયત 
એ નાનપણ ની મસ્તી
એ નાનપણ નુ ભોળપણ
પણ એની અલગ જ મજા હતી

ભાગ લીધો કયારેક સ્કોલરશીપ પરીક્ષા માં કયારેક મેમરી ઞેમ ની બની વિજેતા હતી

એ નાનપણ ની માસુમીયત 
એ નાનપણ ની મસ્તી
એ નાનપણ નુ ભોળપણ
પણ એની અલગ જ મજા હતી

લખુ છું આ કવિતા પોરવી મારા અનુભવો આમાં આશા છે તમને ગમી હશે
તમારા યાદો ના જરૂખામાંથી પણ કંઈક નાનપણ ની વાતો રમી હશે
આ 1991 ના જમાનાની વાત હતી
જયારે મોટા થયા મહેમાનો ના આગમનની વચ્ચે
ફકત સંઞીત માં પણ લાગણીઓ ની છલકાટ હતી

એ નાનપણ ની માસુમીયત 
એ નાનપણ ની મસ્તી
એ નાનપણ નુ ભોળપણ
પણ એની અલગ જ મજા હતી.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates