દૃષ્ટિવાદ

દૃષ્ટિવાદ - મહેન્દ્ર ભણસારી, મુબઈ

પરમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. દેવો સમવસરણની રચના કરે છે. પરમાત્મા સિંહાસન પર બેસતાં પહેલાં પ્રદક્ષિણા કરી નમો તિથસ કહે છે અને સિંહાસન પર આરૂઢ થઈ ગણધરોની સ્થાપના ત્રિપદી કહીને કરે છે. એ સાથે જ ગણધરોને ૧૪ પૂર્વના જ્ઞાન થાય છે આ ૧૪ પૂર્વ એ પરમાત્માની દેશના નથી કે નથી ઉપદેશ, એ એક જ્ઞાન પરાવર્તન છે.

૧૪ પૂર્વ માટે કહેવાય છે કે એક પુખ્ત હાથી સમાય એટલા ખાડાની શાહીથી એક પૂર્વ લખાય. બીજા પૂર્વને બે હાથી સમાય એટલી શ્યાઈ લખવા માટે જોઈએ. ત્રીજા પૂર્વ માટે ચાર અને ચોથા પૂર્વ માટે આઠ આમ એક પૂર્વ વધતો જાય શાહી ડબલ થતી જાય.

૧૪ પૂર્વ અંગ સૂત્રમાં આવતા નથી એનું સ્વતંત્ર સ્થાન છે. એનું કારણ એ પૂર્વ છે. પૂર્વ એટલે ભૂતકાળ. આ પૂર્વના જાણકારો પાર્શ્વનાથ કે નેમનાથના કાળમાં હતા, ત્યારે પૂર્વ એક જ હતો. એમના ગણધરોને એક જ સરખું જ્ઞાન, દરેક તિર્થંકરની ત્રીપદીથી થયું છે માટે એને ૧૪ પૂર્વ કહેવાય છે. ઋષભદેવના ગણધરોને ત્રીપદી સાથે જે જ્ઞાન થયું એ જ ત્રીપદી સાથે પરમાત્મા વર્ધમાન સ્વામિના ગણધરોને થયો હતો.

બાકી આ પૂર્વ શક્તિપ્રમાણે ભણાય. બધા માટે ગણધર જેવી શક્તિ નથી હોતી. સાધુ, શ્રાવક પૂર્વનો અભ્યાસ કરી શકે. શક્તિ માનસિક શક્તિ હોવી જોઈએ. એક પૂર્વમાં એક હાથી જેટલા ખાડાની શ્યાઈ વપરાય છે તો ૧૪મા પૂર્વ વખતે ૮૧૯૨ હાથી જેટલા ખાડાની શ્યાઈથી જે ગ્રંથસ્થ થાય એને યાદ રાખવા કેટલા હોર્સ પાવરનું મગજ જોઈએ! અહીં સવારનું પાપ બપોરે ભુલાઈ જાય છે.

પ્રાચીન કાળમાં પૂર્વનો અભ્યાસ સાધુઓ શ્રાવકો ઉપરાંત આમ જનતા પણ વિવેક વિનય જાળવીને ભણતી. કોઈ એક પૂર્વી કોઈ પાંચ પૂર્વી કહેવાતા જેને જેટલું કંઠસ્થ રહે એને એ ઓળખ મળતી. પૂર્વ ભણવા માટે ગુરુ અનિવાર્ય હતા અને ચાર્તુમાસ પૂર્વના અભ્યાસ માટે અનુકૂળ હતો. સામે પલ્લે ૧૪ પૂર્વી કે અલ્પ પૂર્વિ શ્રમણ મળવા જોઈએ.

પડતોકાળ હુંડા અવસર્પિણી – ભસ્મરાશીના પ્રભાવ બધું જ એક સમયે આવી પડ્યું જેના લીધે લોકોમાં પ્રમાદ, પ્રજ્ઞા નબળી, પુરુષાર્થમાં ઉણપ, કાળના પ્રભાવે ધીરે ધીરે પૂર્વધર ઘટતા ગયા.

ભગવાનના નિર્વાણ પછી કેવલીપણામાં ગૌતમ સ્વામી પછી સુધર્મા સ્વામી- જંબુસ્વામી- કેવલીપણે હતા. ત્યારબાદ કેવળજ્ઞાન અંતરધ્યાન થયું અને પૂર્વધરનો સિલસિલો ચાલ્યો. કહેવાય છે કે જેમને ૧૪ પૂર્વનું જ્ઞાન હોય, તે કેવલી જેટલી દૃષ્ટિ ધરાવે. એમનું જ્ઞાન કેવળજ્ઞાન જેટલું કહી શકે પણ જોઈ ન શકે. એમને કેવળદૃષ્ટિ ન હોય એટલે એ સંપૂર્ણ જ્ઞાન ન કહી શકાય. પૂર્વધર કેવલી તુલ્ય જ્ઞાન ધરાવતા હોય પણ કેવલી ભગવંતની જેમ પરાપૂર્વના સંબંધને, કેવળ દર્શનથી જોઈ આદેશ કરે છે પણ પૂર્વધર માત્ર જ્ઞાનના આધારે ભવિષ્ય જાણે છે.

૧૪ પૂર્વના એક-એક પૂર્વમાં અપૂર્વ જ્ઞાન છે. ૨૧ સંહિતા એમને કેવલી તુલ્ય બનાવે. જ્ઞાન પ્રવાદ નામના પૂર્વથી આગમ નીગમ અને વિદ્યાથી માનવ કેટલા ચમત્કાર સર્જી શકે છે. જેમ જેમ એક એક પૂર્વ આગળ વધતા જાય એમ એમ તમારી શક્તિપણ વધતી જાય છે.

૧૪ પૂર્વ અત્યારે વિચ્છેદ છે. એમના નામ અને પદોની સંખ્યા છે અને પ્રકીર્ણ દૃષ્ટિવાદ તરીકેના ગ્રંથો છે આ પૂર્વનું સ્વરૂપ તો અપૂર્વ છે. ચૌદ પૂર્વના નામ અને એની ગાથા જોઈએ.

૧) ઉત્પાદ પ્રવાદ - ૧,૦૦,૦૦,૦૦૦

૨) અમણીય પ્રવાદ - ૯૬,૦૦,૦૦૦

૩) વિર્ય પ્રવાદ - ૭૦,૦૦,૦૦૦

૪) અસ્તિ નાસ્તિ - ૬૦,૦૦,૦૦૦

૫) જ્ઞાન પ્રવાદ -

૬) સત્ય પ્રવાદ - ૧,૦૦,૦૦,૦૦૦

૭) આત્મ પ્રવાદ - ૩૬,૦૦,૦૦,૦૦૦

૮) કર્મ પ્રવાદ - ૧,૮૦,૦૦,૦૦૦

૯) પ્રત્યારવાન પ્રવાદ - ૮૪,૦૦,૦૦૦

૧૦) વિદ્યાનુ પ્રવાદ - ૧,૧૦,૦૦,૦૦૦

૧૧) અવન્ધ્ય પૂર્વ - ૩૬,૦૦,૦૦,૦૦૦

૧૨) પ્રાણાય પ્રવાદ - ૧,૫૬,૦૦,૦૦૦

૧૩) ક્રિયા વિશાલ - ૯,૦૦,૦૦,૦૦૦

૧૪) લોક બિંદુસાર - ૧૨,૫૦,૦૦,૦૦૦

ચૌદ પૂર્વ નામ અને પદ સંખ્યાનો સરવાળો માંડો તો ચોર્યાશી કરોડ છ લાખ પાંચ ગાથા ૧૪ પૂર્વની થાય છે. જે વિચ્છેદ ગયો છે આ પદો કંઠસ્થ કરવા પડે છે.

દિગંબરોની માન્યતામાં આ ગ્રંથ પૂર્વ બાબત માન્યતા જ નથી એ પરમાત્માના નિર્વાણ પછી લખાયેલા ગ્રંથોમાં ગરબડ થઈ જ હોય એમ કહે છે. હજાર વર્ષ કરતાં વધુ સમય પસાર થઈ ગયો છે એથી એ કુંદકુદા ચાર્યના સમયસાર આદિ ગ્રંથોને માન્ય કહ્યા છે.

પ્રાચીન કાળમાં આ પૂર્વ શ્રમણો શ્રાવકો ભણતા. શ્રમણો એનો ઉપયોગ પોતાના સંઘાડાની સમસ્યાના ઉપયોગમાં લેતા, અન્ય શ્રમણ સંઘોની તકલીફમાં રસ્તો બતાવતા. દૃષ્ટિવાદનો ઉપયોગ પરંપરા સિવાયના કોઈ માટે જાહેરમાં કે અંગતમાં ઉપયોગ કરવામાં આવતો નહીં.

શ્રાવકો આ પૂર્વને ભણતા અને એમાંના સમકતી શાંત, મૌન રહેતા જ્યારે ઘણા જ્ઞાની પોતાની શક્તિ બતાવવા, નામના કરવા, ઈનામ કે હોદ્દો મેળવવા, શિખેલ પૂર્વનો ઉપયોગ અંગત સ્વાર્થ માટે જાહેરમાં કરતા, જીવો માટે આગમોમાં ઉલ્લેખ છે કે ચૌદ પૂર્વી જીવ પણ નરકે જાય. કારણકે જે સૂત્ર તમને તારવા માટે, સંસાર ટૂંકો કરવા માટે તિર્થંકરે પ્રરૂપેલા છે તેનો ઉપયોગ આજીવીકા માટે કરે તો એ સાગર તરવાની નાવના પાટીયા ખોલે છે એમને નરકમાં જ સ્થાન મળે.

અંતિમ પૂર્વધર ભદ્રબાહુ સ્વામી હતા. એમની પાસેથી ૧૪ પૂર્વ શીખવા ૫૦૦ શિષ્યોને નેપાળમાં મૂક્યા હતા. છેલ્લે સ્થૂલીભદ્ર પૂર્વ શીખતા હતા. એમણે પોતાની બહેનને પૂર્વની શક્તિ બતાવવા સિંહનું રૂપ ધારણ કર્યું. ગુરુએ આ વિગત જાણીને પૂર્વ ભણાવ્યા પણ અર્થ વગર અને ખરેખર એ પછી બધું અર્થ વગરનું જ ભણાયું. ૧૪ પૂર્વના કાંગરા ખર્યા તેને કોઈ જ મઠારી શકયું નહીં. ભદ્રબાહુ સ્વામીના કાળધર્મ પછી ચૌદ પૂર્વધરના નામે કોઈ જ ન રહ્યા.

જૈન ધર્મના ચૌદ પૂર્વ એ અપૂર્વ છે. ભરત ક્ષેત્રમાં વિદ્યાધરો જંગા ચારણ મુનીઓ અને મહાવિદેહમાં ચૌદ પૂર્વી છે. બાકી શ્રમણ સંસ્થામાં એક પણ પૂર્વી નથી.

 

(કચ્છ ગુર્જરીના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

Post your comment

Comments

 • descargar facebook 20/08/2019 3:05am (4 months ago)

  Piece of writing writing is also a fun, if you know afterward you can write
  or else it is complex to write.

 • descargar facebook 19/08/2019 3:41am (4 months ago)

  Wow, superb weblog format! How lengthy have you been running a blog for?
  you make running a blog glance easy. The overall look of your
  web site is wonderful, as neatly as the content!

 • dating site 31/07/2019 5:32pm (4 months ago)

  Can you tell us more about this? I'd want to find out more details.

 • plenty of fish 31/07/2019 2:12am (4 months ago)

  I'm amazed, I must say. Seldom do I encounter a blog that's both educative and entertaining, and let
  me tell you, you have hit the nail on the head. The problem is something which
  too few folks are speaking intelligently about.

  I am very happy I found this during my hunt for something concerning
  this.

 • pof 30/07/2019 11:54am (5 months ago)

  I've been exploring for a little for any high-quality articles or
  blog posts on this sort of house . Exploring in Yahoo I ultimately stumbled upon this web site.
  Reading this information So i am happy to exhibit that
  I have a very just right uncanny feeling I discovered just what
  I needed. I so much surely will make sure to don?t forget
  this website and provides it a look on a constant basis.

 • FranClity 26/07/2019 10:41am (5 months ago)

  Amoxicillin And Tylenol Propecia With Birth Control Pills <a href=http://kamagpills.com></a> Lilly Cialis In Canada

 • smore.com 26/07/2019 3:07am (5 months ago)

  Excellent post. I was checking constantly this blog and I'm impressed!
  Very helpful information particularly the last part :) I care for such information much.
  I was seeking this certain info for a very long time.
  Thank you and best of luck. natalielise plenty of fish

 • natalielise 24/07/2019 4:42pm (5 months ago)

  Good article. I'm facing many of these issues as well..
  plenty of fish natalielise

 • plenty of fish dating site 23/07/2019 11:58am (5 months ago)

  Appreciation to my father who informed me
  on the topic of this website, this weblog is really remarkable.

 • Ellscieds 23/07/2019 3:11am (5 months ago)

  Green Line Phmcy Nausea Generic Propecia Finasteride <a href=http://cheapcheapvia.com>viagra</a> Propecia Online Without A Prescription Vendita Pillole Viagra

1 2 3 4 5

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates