ચિંતા
‘એને સમજાવવાની નહિ, સમજવાની જરૂર છે’મોડી રાત્રે ગરબા રમી પાછી ફરેલી દીકરીની ચિંતા કરતી ગીતાને તેમણે કહ્યું.
એક માનો ડર તડૂક્યો. ‘તમારી લાડલી યુવાન દીકરીને બીજું શું સમજું?’
‘સ્વતંત્ર પુખ્ત વ્યક્તિ.’ લેપટોપમાંથી ડોકું કાઢતાં તેઓ માર્મિક હસ્યા.
‘પણ..’
‘પણ તેને સ્વરક્ષણ કરતાં શીખવ.’
હરીફાઈ
નાનપણથી તે સાંભળતો, ‘ફર્સ્ટ આવીશ તો ચૉકલેટ આપીશ.‘ ‘પાસ થઈશ તો બાઈક અપાવીશ.’ ‘હરીફાઈ જીતીશ તો ઈનામ મળશે.’
‘સારી નોકરી હશે તો છોકરી મળશે.’
છેલ્લે તેણે ચિઠ્ઠી લખી.
‘સૉરી મમ્મી-ડેડી, નાપાસ થવાથી મોત મેળવ્યું, તેને હિંમતભેર હાર સ્વીકારતા કોઈએ નહોતું શીખવ્યું.