દિલ

દિલ - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢસીસા)

દિલ પણ તારું,

મરજી પણ તારી,

પણ એક વાત કહું તને, 

મજા પડશે કોઈ એક દિવસ,

કામકાજ માંડી વળીને,

બેફામ રખડ,

સાચું કહું મજા પડશે.

 

બધા રચ્યા પચ્યાં હશે કામમાં,

તને કોઈ નહી નડશે,

સાચું કહું મજા પડશે.

 

મોબાઇલ બાજુએ મૂકીને,

હરજે ફરજે,

બહુ ફરક પડશે,

સાચું કહું મજા પડશે.

 

નિરખજે શેરીઓને ખુલી નજરોથી,

તને બાળપણ જડશે,

સાચું કહું મજા પડ્શે.

 

પહેલા પણ જીવતા હતા,

એવું વર્ષો પછી ખબર પડશે,

સાચું કહું મજા પડ્શે.

 

બહુ બહુ તો શું થશે,

એક રજા પડશે,

પણ સાચું કહું .........

મજા પડશે .........

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates