ડાયલ - ડીલીટ

ડાયલ - ડીલીટ - હીના જિનેશ શાહ, અમદાવાદ (માંડવી)

સંવાદ
ડાયલ - ડીલીટ

ડોર બેલ વાગે છે.
હીના- રામુકાકા...જોજો કોન છે?
રામુકાકા- હા બેટા જોઉં .અરે માલાબેન આવો આવો...
હીના- અરે માલા તું આમ અચાનક?
માલા- હા,મમ્મી ના ઘરે આવીતી ને લોક ડાઉન જાહેર થયું તો હવે અહિંયા જ છું હમણાં થોડા દિવસ.તને એક ગુડ ન્યુઝ આપું ?
હીના- હા બોલ ને.
માલા- હવે ૩ દિવસ તારે ત્યાંજ છું. તારી જોડે જ.બોલ મજા પડી ગઈ ને?
હીના- હા પણ.....
માલા- શું થયું છે?તારા ચહેરા પર જરા પણ ખુશી નથી? તુ બહુ ઉદાસ પણ દેખાય છે?
હીના- ના કંઈ નથી. પણ તુ અહિંયા બહુ રોકાય નહી તો સારું. તને ખબર છે ને અત્યારે વાતાવરણ કેવું છે એ?સાંભળ....સવારે ૯ થી ૧૨ ની વચ્ચે બહાર જવા મળે છે.તો એ સમયે તુ જતી રહેજે.
(માલા એકદમ ચુપ રહી.એની વરસો જુની મિત્ર ને એ બરાબર જાણતી હતી.બન્ને એ સાથે ડીનર લીધું .હજુ પન હીના સાવ શાંન્ત હતી. બધુ કામ પતાવ્યા બાદ બન્ને શાંતિ થી બેઠા.)
માલા- હીના નક્કી કંઈક છે.તું ક્યારે આમ શાંત રહે એવી નથી.ચલ હવે કહી આપ જે પણ છે.
હીના- માલા ઓફીસ મા એક જણ ને કોરોના પોઝેટીવ આવ્યું છે.તુ ઘરે આવી એની ૧૦ મિનીટ પહેલા જ સમાચાર મળ્યા છે.
માલા-અરે બસ આટલીજ વાત?
હીના- અરે કાલે અમારા બધા ના ટેસ્ટ કરાવાના છે. મગજ કંઈ કામ જ નથી કરતું.
માલા- પણ હું આવી ત્યાર થી તે કેટલી વાર મોબાઈલ ને જોયું.સતત મોબાઈલ તારા હાથ મા જ છે એવું તો શું છે?
(આજે એક એવો દોસ્ત જે દિલ થી ખૂબ નજીક હતો એમના થી અલગ થયા ને ૩ મહીના ઉપર થઈ ગયા હતા.)
હીના- એક એવો નંબર જે ડાયલ પન ના થઈ શકે અને ડીલીટ પન ના થઈ શકે.
(માલા બધુ જ જાણતી હોવા છતા પણ મૌન રહી.)
હીના- માલા કાલે રીપોટ્સ પોઝેટીવ આવશે તો શું થશે? મારે એમને જે કહેવું છે એ કહી નઈ શકુ તો? એક વાર એમને જોવા છે એ જોઈ નઈ શકુ તો? મારો એમના માટે નો પ્રેમ સાચો હતો એ કહી ના શકી તો? જો મને કંઈ પણ થઈ જાય તો, મારો આ સંદેશ એમના સુંધી ચોકસ પહોંચાડ જે.
માલા- શું કંઈ પણ બોલે છે?
(એટલું બોલતા ખૂબ રડે છે અને ભેટી પડે છે. )
હીના- વધી ગયેલા ધબકારા વચ્ચે હ્રદય માથી જવાબ મલે છે....જે નંબર ડાયલ કે ડીલીટ ના થઈ શકે ને એને ફક્ત મોબાઈલ મા ન રાખતા દિલ ના કોઈ ખુણા મા હંમેશ માટે કેદ કરી લેવું .

મિત્રો...આ એક કોરોના વાઈરસે આખી દુનિયા તહસ - નહસ કરી નાંખી છે.
કાલે શું થશે કોઈ ને કંઈ ખબર નથી તો પ્લીઝ....
જે જોડે છે એમના થી દુર થતા નહીં,
દુર ગયેલા ને ફરી બોલાવી લેજો.
કાલે શું થશે કંઈ ખબર નથી.
કોઈ ની માફી માંગી લેજો તો,
કોઈ ને માફ કરી દેજો.
અસ્તુ.....

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates