દસે આંગળીઓ આપણને કાંઈક કહેવા માંગે છે

દસે આંગળીઓ આપણને કાંઈક કહેવા માંગે છે - તારા આર. શાહ, મુલુંડ

દસે આંગળી બહુ કામની રે બહુ (૨)

એકે નથી ન કામની રે.

પહેલી આંગળી કહે હું બહુ કામની (૨)

રસ્તો બતાવું મારા નાથનો રે.. એકે નથી...

બીજી આંગળી કહે હું બહુ કામની (૨)

માળા ફેરવું મારા નાથની રે... એકે નથી...

ત્રીજી આંગળી કહે હું બહુ કામની (૨)

પૂજા કરું છું મારા નાથની રે.. એકે નથી...

ચોથી આંગળી કહે હું બહુ કામની (૨)

જાપ જપું છું મારા નાથના રે.. એકે નથી...

અંગુઠો કહે હું બહુ કામનો (૨)

સંઘ પૂજન કરું મારા સ્વામીભાઈનું.એકે નથી...

દસે આંગળી કહે અમે બહુ કામની (૨)

અક્ષતે વધાવું મારા નાથને રે. એકે નથી...

બંને હથેળી કહે અમે બહુ કામની (૨)

ધૂન મચાવું મારા નાથની રે.. એકે નથી..

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates