દરદી

દરદી - ઝયોતિકા અશોક મહેતા, કલીકટ [ કેરળ ]

ક્યારેય દરદી થઇ કોઈને પણ હોસ્પિટલમાં જવું ના પડે એવી પ્રાર્થના દરેક માનવી કરતો જ હોય, અરે! દુશ્મનને પણ આવી ભયાનક સજા ન મળે તેવી ઈચ્છા બધાને હોય, છતાં પણ જયારે કરેલા કર્મો ઉદયમાં આવે અને તે ખપાવવાનાં સમયે દરદી બનવું પડે ત્યારે બધા એમ જ કહે ''કે જલ્દીથી સાજા થઇ જાવ, ઘરે આવી જાવ, હરતા ફરતા થઇ જાઓ''.

આ દરદી પણ અજબનાં હોય છે. . .  ડોકટરે બોલવાની ના કહી હોય, આરામ કરવાનો હોય, ચિંતા મુક્ત રહેવાનું હોય, છતાં પણ મળવા આવનારને અત થી ઇતિ સુધીની વાત વ્યવસ્થિત કરે, સમય - સંજોગને પરિસ્થિતિ પણ વર્ણવે. જાણે કે કોઈ મસમોટું પરાક્રમ કરીને હોસ્પિટલમાં દાખલ થયા હોય! ! ! આટલું ઓછું હોય એમ, આ મળવા આવ્યા ને આ ના આવ્યાનું લિસ્ટ બનાવે, ચર્ચાઓ કરે, વાદ  વિવાદ કરે, બધાની ચિંતા કરે, પડ પૂછ કરે, આવું તો કંઈ કેટલુંય. . .  આ બધું જ કરવામાં કોઈ જ પીડા કે તકલીફનો અહેસાસ પણ ન થાય! ! ! જાણે કે એ તેમની દવા હોય. ઘરેથી આવતો સાદો પૌષ્ટિક ભોજનમાં. . .  આ  ભાવે આ ના ભાવે, કેટલી તો ફરમાઈશો હોય, સ્વાદનાં ચટકા અને અવનવા સૂચનો! ! !  જાણે કે પંચતારક હોટલમાં રહેતા હોય. . . 

આ મળવા આવનાર પણ ગઝબનાં હોય છે. . .  ભાવના સારી ભાવે કે જલ્દી થી સાજા થઇ જાઓ પરંતુ ખણખોદ કરવાની ખરાબ ટેવ, ચોજા જોઈ મજા માણવાની આદત, અંદરની વાતો જાણી બહાર જાહેર કરવાની વૃત્તિ લઇને આવે, ડોકટરે ના પાડી હોય કે ''I C U માં કોઈએ જવું નહિ'' તો પણ બધાની નઝર ચૂકવીને નર્સ પાસે ખોટું બોલે કે હું દરદીનો સગો કે સગી છું, મહેબાની કરી મને જવા દયો, અંદર જઇ ઈન્ચાર્જ પાસેથી બધી જ માહિતી કઢાવવામાં સફળતા મેળવી, દરદીની પૂછા કરી જાણે કે સોનાની લંકા જીતી આવ્યો હોય એવી અદાથી બહાર આવે ને બધાને બધું કહેતા ફરે, ઘણી વાતો બહાર ના કરવાની હોય છતાં પણ, દરદી અને મળવા આવનારે ખુબજ કાળજી રાખવાની જરૂર છે જેથી પરિવારજન હેરાન - પરેશાન ન થાય, ફોન ની સગવળ છે, ટૂંકી ને ટચ વાત કરી તબિયતનાં સમાચાર જાણી લ્યો, કામ -  કાજ હોય તો પૂછી લ્યો, આમાં આવવા - જવાનો સમય - ખર્ચો - શક્તિ - નકામી પંચાત - ખોટી બળતરા - લોહી ઉકાળા અને અશાંતિમાંથી બધાને મુક્તિ મળી જશે, શાંતિ જળવાશે.

અંતમાં એટલું જ કે દરેક હોસ્પિટલવાળાઓએ આવી અશાંતિ ફેલાવનારા મુલાકાતીઓ માટે 50 કે 100 રૂ પ્રવેશ ફી રાખવી જ જોઈએ, તે રૂપિયા ગરીબોની સારવાર માટે ઉપયોગમાં લેવા જોઈએ.

આમ દરેક સમસ્યાનું  સમાધાન થશે ને અમનનું વાતાવરણ સર્જાશે.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates