દલદલ

દલદલ - ઝયોતિકા અશોક મહેતા, કલીકટ

કુદરતી દલદલમાંથી નીકળવું ખુબ જ મુશ્કેલ નહિ પણ અશક્ય જ છે, જ્યાં સુધી  તમને કોઈ મદદ ના મળે તમે નીકળી જ ના શકો. આજનો યુવાન સોશ્યલ મીડિયાનાં દલદલમાં જાણી જોઈને એવો ફસાયો છે કે તેમાંથી નીકળવા તૈયાર જ નથી. 

રસ્તો  છે, મદદ મળે છે, શક્યતાઓ પણ ઘણી જ છે, છતાં પણ પોતાની જાનનાં જોખમે, નિજી સંબંધોની આહુતિ દઈ ને, તમ - મન - ધનનો ભોગ આપીને પણ સોશ્યલ મીડિયામાં રહેવાની જીદ પકડીને બેઠો છે.  આ જીદ તેને બહારથી વિનયી - વિવેકી - અને વાણી, વર્તન, વ્યવહારથી સાલસ બનવા મજબુર કરી દે છે, બહારી વ્યક્તિત્વને ઉની આંચ પણ આવવા નથી દેતો અને પરિવાર જન સાથેનો ઘરોબો ખુબ જ ખરાબ કરી નાંખતા અચકાતો નથી, અપમાનિત કરતાં શરમાતો નથી. 

ના સવારે ઉઠવાનાં ઠેકાણાં, ના રાતે સુવાનાં ઠેકાણાં, શીરામણી, બપોરનું ભોજન, કે રાતનું વાળુનો સમય ક્યારેય ના સાચવે, ક્યારેય પરિવાર સાથે બેસીને જમવું - વાતો કરવી - વિચારોની આપ લે - જાણકારીની આપ લે - રમત - ગમત - મોજ - મસ્તી, વ્યવહારમાં જવું, પોતીકાંઓની ફરજનો વિચાર સુદ્ધાં નથી કરતો, ગમતું પણ નથી આ બધું, ગમે છે તો માત્ર ને માત્ર સોશ્યલ મીડિયાનો દલદલ , મોડી રાતની પાર્ટી, ભાઈબંધ, જંક ફૂડ, ઠંડા પીણાં, રખડ પટ્ટી, પારકાઓ જ ખપતા હોય છે.

મહાનુભાવોની ચકાચૌંધ તમને તેમના તરફ આકર્ષિત કરે છે, તમારા તકદીર સારા હોય તો સફળતા મળે, સોશ્યલ મીડિયા તમને સાથ સહકાર આપે, પણ જો  એમ ના થયું તો . . . તો . . . તો . . . આમાંથી બહાર નીકળવા તમને આમાંનું કોઈ જ મદદ ના કરે, તમને વધારે નીચે પછાડવા આ જ લોકો તમારા માથે એવા છાણાં થાપે કે તમને જિંદગી ટૂંકાવવાનો વિચાર પહેલા આવે.

આ બધામાંથી નીકળવું ખુબ જ સહેલું છે, સીધો રસ્તો છે, કોઈને ખબર ના પડે, બદનામીનો પણ ડર નહીં, ઘીનાં ઠામમાં ઘી પડી રહે, જો તમે પરિવારને વાત કરો તો.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates