દાદીની ડાયરી

દાદીની ડાયરી - સ્નેહપ્રભા ચમનલાલ સંઘવી

અમારી પુત્રવધૂ ડો. સુષમા, કોવિડની ડૉકટર છે એટલે સ્વાભાવિક છે કે સુષમાને હોસ્પિટલથી ઘેર આવે ત્યારે બધાથી સોશ્યલ ડીસ્ટન્સ રાખવું પડે. બંને નાના બાળકોથી પણ દૂર રહે છે - રહેવું પડે છે. દિયાન સાત વરસનો છે. મોટો આરિવ જે નવ વરસનો છે. તેને કહે છે, ‘આપણી મમ્મી, ડૉકટર ન હોત તો કેવું સારું થાત. આપણે મમ્મી પાસે સૂઈ શકતા હોત. મમ્મીને ‘હગ’કરી શકત.’ ત્યારે આરિવ- દિયાનને સમજાવે છે, ‘જો મમ્મી ડૉકટર છે, તો આપણે માંદા પડીએ, તો ઘરે જ ટ્રીટમેન્ટ મળી જાય.’

મારા બે પૌત્રો એકબીજા સાથે જે વાતો કરતાં હોય છે તે સાંભળીને મને બહું સારું લાગે છે. પરંતુ તેઓનાં આ વાર્તાલાપે મને વિચારતી કરી મૂકી છે. વર્તમાન પરિસ્થિતિની નાના બાળકો પર કેવી અસર થાય છે.

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates