કોરોના વાઈરસની જ્યોતિષશાસ્ત્રી પર અસર

કોરોના વાઈરસની જ્યોતિષશાસ્ત્રી પર અસર - નિલ્પા દેવાંગ મહેતા

વૈશ્વિક રોગચાળો કોરોના વાઈરસની જ્યોતિષ, વાસ્તુ-શાસ્ત્રી, ટેરોટ કાડર્, રીડર અને અંકંકશાસ્ત્રી પર અસર જેમ જેમ આ વાઈરસ વિશ્વભરમાં તેનો પ્રકોપ બતાવે છે, તેમ વધુ ને વધુ લોકો ગ્રહોનાં આધારે આગાહીઓ અને સલાહ માગી રહ્યા છે. કોવિડની શરૂઆત ને લોકડાઉનની જાહેરાતથી લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું.

અમારા પ્રોફેશનમાં તે સમયગાળામાં બ્રેક લાગી ગઈ હતી. પરંતુ એપ્રિલનાં મધ્યભાગમાં મને ઘણાં ફોન અને મેસેજ આવવા લાગ્યા. મોટા ભાગનાં લોકો પોતાના આરોગ્ય, નોકરી અને ધંધા વિશે ચિંતિત હતા. આ દબાણયુક્ત સમય દરમિયાન માનસિક અવસ્થાએ એ લોકોને નબળાને પ્રતિકૂળ બનાવ્યા હતા. જેમ ઘણાએ આવા પ્રતિકુળ સંજોગોમાં વર્ક ફ્રોમ હોમ અને ઓન લાઈનના માધ્યમથી પોતાનું પ્રોફેશન ચાલુ રાખ્યું. એ જ રીતે મેં પણ ઓન લાઈનના માધ્યમથી એક નવા જ પ્રકારની મારી પ્રેક્ટીસ ચાલુ રાખી. વૉટ્‌સએપ, વિડીયો કોલ, ગુગલ મિટ, ઝુમ કોલ દ્વારા ક્લાયન્ટ સાથે ફેસ ટુ ફેસ ઈન્ટરએક્શન કરવાનું ચાલુ કર્યું. લોકો પોતાનાં ઘરનાં વિડીયો શૂટ કરીને મને મોકલાવતા હતા જેથી હું તેમને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપી શકું. આવી જ રીતે કુંડલી અને ટેરોટ કાર્ડ પર માર્ગદર્શન લેતા હતા. મેં મારા ક્લાયન્ટોને આપણી જૈન વિધિ પ્રમાણે જાપ, મંત્રો ને યોગા કરવાની સલાહ આપી હતી. આવા કપરા સમયમાં મેં તેઓની માનસિક સ્વસ્થતા પર વધારે ભાર મૂક્યો હતો. જેથી તેઓ હિંમતથી પરિસ્થિતિનો સામનો કરી શકે. તેઓના મન શાંત થઈ જાય અને ડર નીકળી જાય. તો ચાલો, આપણે આશાવાદી બનીએ. આપણે ભગવાન પર વિશ્વાસ રાખીને પ્રાર્થના કરવાની જરૂર છે. મને ગર્વ છે કે આવા કપરા સમયમાં પણ હું લોકોને સાચું માર્ગદર્શન આપીને મદદરૂપ થઈ શકી.

(જ્યોતિષજ્ઞાતા, જ્યોતિષ ભૂષણ, જ્યોતિષ અલંકાર, વાસ્તુજ્ઞાતા, વાસ્તુ પરિચય જ્ઞાતા, વાસ્તુ પ્રવીણ જ્ઞાતા, ન્યુમરોજીસ્ટ અને માસ્ટર ટેરોટ રીડર)

 

 

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates