કોરોના વિશે નિબંધ

કોરોના વિશે નિબંધ - નિરંજના જિતેન્દ્ર શાહ

નાના બાળકોને ઓનલાઈન વર્ગમાં ‘કોરોના’પર નિબંધ લખવાનું હોમવર્ક આપ્યું તો છોકરાએ લખ્યું ‘કોરોના’ એક નવો તહેવાર છે, તે હોળી પછી આવે છે અને ઘણા દિવસો સુધી ચાલે છે. આ તહેવારમાં ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. બધા ઘરમાં સાથે રહે છે. મહિનાઓથી શાળા બંધ હોય છે. પરીક્ષાઓ રદ્દ કરાવાય છે. દુકાનો, કચેરીઓ બધું બંધ રખાય છે. દરેક જણ આ ઉત્સવને દીવો પ્રગટાવી, ઘંટડી વગાડીને અને થાળી વગાડીને ઉજવે છે. કોરોનાને ફેસ માસ્ક પહેરીને અને નમસ્તે કરીને ઉજવવામાં આવે છે.

કોરોના તહેવાર દરમિયાન પપ્પા બર્મુડા, ટી-શર્ટ પહેરે છે. વાસણો ધોઈ નાખે છે. કચરા-પોતું કરે છે. જ્યારે મમ્મીનો મોટા ભાગનો સમય રસોઈ બનાવવામાં અને મોબાઈલ ફોન પર વાત કરવામાં જાય છે.

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates