કોરોનાની કમાલ કે ધમાલ

કોરોનાની કમાલ કે ધમાલ - ચેતના મયૂર શાહ

જ્યારે લોકડાઉન -૧ની જાહેરાત થઈ ત્યારે આવનાર પરિસ્થિતિની ગંભીરતા કે ઊભા થનારા માનસિક તેમજ આર્થિક સંજોગોનો જરાપણ અંદાજ ન હતો. પહેલું રીએક્શન જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવો અને બીજું ભય સાથે ઘરમાં ઓચિંતા મળેલ વેકેશનનો રોમાંચ હતો.

શરૂઆતમાં ઘરકામથી પરવારી જુના આલ્બમ ઉથલાવ્યા ને સંસ્મરણોની ગલીઓમાં ખોવાઈ જવાનો આનંદ અનેરો હતો. રાત્રે સૌ લુડો, સાપસીડી ને તયિીયક્ષભય જેવી નિદરેષ રમતો માણતા. દૂર રહેતા સ્વજનો જે મિત્રોના ક્ષેમકુશળના સમાચાર. સાથે વિશ્વમાં મહામારીની અસર વિવિધ વાનગીની રેસીપીની ચર્ચા થતી. રાતોરાત બધા ન્યાયશાસ્ત્ર, પાકશાસ્ત્ર અને વૈદકીય જ્ઞાનમાં વૉટ્‌સએપના આધારે નિપુણ થઈ ગયા. પ્રભુ ભક્તિમાં વાંચન અને શ્રવણ ભળ્યા.

સમ્યગ્‌ સમજણનો ઉઘાડ થયો. સુખ-દુઃખના માપદંડ સાથે પૂર્વે માંડેલા સરવાળા, બાદબાકી તદ્દન ખોટા હતા. બીજાની તકલીફ - સંઘર્ષ જોતાં કુદરત અને કર્મ આગળ માનવ કેટલો વામણો છે તે સતત અનુભવ્યું. જ્યારે સ્વજનકે સ્નેહી હૉસ્પિટલમાં દાખલ કરાયા અને ક્યારેય પાછા ન આવ્યા ત્યારે પૈસા, પ્રતિષ્ઠા ને પ્રસિદ્ધિ ગૌણ લાગ્યા.

બાળકો ઘરમાં જ નજરકેદ હતા. ખૂબ જ કંટાળ્યા હતા. હમણાં તેઓ પાસે સમય હતો ત્યારે મને એક વિચર સ્ફુર્યો. ઓન લાઈન પાઠશાળા દ્વારા બાળકોનું ધાર્મિક સંસ્કરણ કરવાની આ ઉત્તમ તક છે. ‘લર્ન એન્ડ ટર્ન’નાં માધ્યમથી અમે આ તકને વધાવી લીધી. ‘મા અને માતૃભાષા’વર્ગોનું આયોજન સંચાલન કર્યું. આ પ્રયોગને સારો પ્રતિસાદ મળ્યો. તેમાં દેશ-વિદેશનાં બાળકો જોડાયા. અમારી સાથે આફ્રિકા, સન ફ્રાન્સીસકો, ન્યુ જર્સી, લોસ એન્જેલસ તેમ જ પુના, બેંગ્લોર, ચેન્નાઈ, ઘાટકોપર, શાંતાક્રુઝ, બોરીવલી - ૮૦ બાળકો- બે બેચમાં વર્ગ લેતા હતા. એક મરાઠી બેન (૪૮ વર્ષ) પણ વર્ગમાં સામેલ થયા. ધર્મ અને સંસ્કૃતિનાં તાંતણે બંધાયા. આ બધું ‘લર્ન એન્ડ ટર્ન’માં ટીચર તરીકે માનવ સેવા આપતા બહેનોના ઉત્સાહ અને સક્રિયતાથી શક્ય બન્યું. સારી પ્રવૃત્તિ, સારા પુસ્તકોનું વાંચન ને સારા વિચારો. જે દૈનિક જવાબદારીમાં ધરબાઈ ગયા હતા, તેને હવેથી જીવનમાં ધબકતા રાખી મળેલા અલ્પવિરામને સાર્થક કરવો છે.

(સ્વ પરીક્ષણકર્તા, એલએેનટીના પ્રિન્સીપાલ)

 

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates