કોરોના કવાયત

કોરોના કવાયત - રોશની ગૌતમ શાહ, વર્ધમાન નગર (ભુજ)

કાળા,ઉકાળા પીધા ઘણા,
માસ્ક પહેર્યા સોશીયલ ડિસ્ટન્સ માં રહ્યા,
કોરોના કવાયત કરી ઘણી,
સાવચેત થઈ સલામત રહ્યા,
સ્વજનો ગુમાવ્યા ઘણા પરિવારે,
હિમ્મત થી ઝઝૂમ્યા એકબીજાના સથવારે,
હવે,
કવાયત કરશું,કુદરત ની રક્ષા કાજે,
લઈએ એનો પ્રણ આજે,
હૃદયે રાખી શુભ ભાવના,
નહિ હરશું પ્રાણ કોઈના,
સર્વ જીવનું શુભ થાઓ,
કરશું એવી મંગળ કામના,
મન,વચન, કાય થી,
શુભ પ્રવૃતિ દેશું આદરી,
કરશું કર્મ જરા વિચારી,
નીભવશું કુદરત સાથે યારી.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates