કોરોના, કોરોના, કોરોના

કોરોના, કોરોના, કોરોના - રમણિક શેઠ, મુલુંડ

કોરોનાનો ડર એટલો ફેલાતો જાય છે કે તેને અવસરમાં બદલી નાખવા માટે આજે બધી જ મલ્ટીનેશનલ કંપનીઓ આતુર અને સક્રિય છે. ખરું જોઇએ તો આજે બીજા બધા રોગ ગૌણ થતાં જાય છે જેનાથી આજે દેશ અને દુનિયામાં કુલ મરણઆંક કોરોનાથી થતાં મરણઆંક કરતા કદાચ અનેકઘણો હોઇ શકે. કોરોનાના આ કાળમાં બીજી કોઇ બીમારીથી મરણ થાય તો પણ લોકો એ માની લેવાની ભુલ કરે છે કોરોના તો ન હતો ને? સામાન્ય બીમારીઓ જેવી કે લીવર ફેઇલ, કિડની ફેઇલ, મલેરિયા, ટાઇફોઇડ, ન્યુમોનિયા, ઇંન્ફ્લુએન્ઝા, સ્વાઇન ફ્લુ, ડેન્ગ્યુ, ચીકનગુન્યા વગેરે વગેરેથી આજે પણ સમયસર ઇલાજ ન થાય તો મોત તો થાય જ છે. પણ હવે તેનાથી  મનુષ્ય ટેવાઇ ગયેલો છે.

કોરોના કદાચ ન્યુમોનિયા, ઇંન્ફ્લુએન્ઝા, સ્વાઇન ફ્લુ, મલેરિયા કે અસ્થમા ને લગતા રોગનું એક નવું નામ છે. એમાં કહે છે કે એલોપેથીમાં તેને નાથવા કોઇ દવા કે રસી નથી, શોધ ચાલુ છે. શોધ થઇ ગઇ એટલે સમજો તેનું વ્યાપારીકરણ કરવામાં કોઇપણ દેશ પાછી પાની નહીં કરે. આ થયો એક અવસરવાદ.  પણ તેના જેવા બીજા તેના સામાન્ય લક્ષણ ધરાવતા રોગને લક્ષમાં રાખી શરૂઆતમાં સમયસર ઇલાજ ઘર બેઠા જ ચાલુ કરી દેવામાં આવે અને આજે જે અનેકે અનેક આયુર્વેદિક અને હોમીયોપેથીક ઉપચારો સાથે યોગાઅભ્યાસ ચાલુ કરી દેવામાં આવે તો કોરોના તો શું બીજા નાના મોટા રોગ પણ આપણાથી દુર રહેશે. તે પણ સૌથી ઓછા ખર્ચે. તેનો પ્રચાર થઇ રહ્યો છે અને ઘણો કારગત નીવડેલ છે. કોરોના માટે આ જ બધી ટ્રીટમેન્ટ હોસ્પિટલમાં આપવામાં આવે છે. તે એક સામાન્ય અનુભવની વાત છે.

કોરોના ટેસ્ટ કરાવ્યો અને સામાન્ય લક્ષણો આવતા પણ તેને કોરોના પોઝીટીવ તરીકે  ખપાવી, હોસ્પિટલમાં દાખલ કરી તેના ખીસા ખંખેરી લેવાનો ધંધો આજે જોરમાં ચાલી રહ્યો છે અને ખર્ચાળ છે. આને અવસરવાદ જ કહેવાય ને ? આજે મનોવૈજ્ઞાનિક દષ્ટીએ જોઇએ તો કોરોના વાયરસ કરતા પણ વધારે ખતરનાક તેનો ડર - ખૌફ નબળા મનના માણસને અર્ધો મારી નાખે છે. ઘરમાં બેસીને ડીપ્રેશનમાં આવી ગયા હોય તેવા કેટલાય કિસ્સા આજે બહાર આવી રહ્યા છે. કોરોના વાયરસ કદાચ કહેવાય છે કે એક સોચી સમજી સાજીશ છે.  વિશ્વગુરૂ બનવાની હરીફાઈ છે. તેના ડરથી આજે કેટલાય નવા ધંધા ફુલી ફાલી ઉઠ્યા છે, માસ્ક, સેનેટાયઝર, ડોક્ટરની પીપીટી કીટ વગેરે વગેરે. કદાચ આ કુદરતનો કહેર પણ હોઇ શકે. આ પૃથ્વી પર આધુનિકતાની અતિશયોક્તિમાં મહાલતા પોતાને સર્વોપરી માનતા મનુષ્ય એ માઝા મુકી કુદરતના ખોળે વિચરતા બીજા જીવો પરના અત્યાચારના અતિરેકને રોકવા આ સુષ્ટીના સર્જનહારે મનુષ્યના પગમાં કોરોના નામની ઝંઝીર બાંધી દીધી હોય તેવું લાગે છે. કદાચ કોઇ એ કલ્પના પણ ન કરી હોય તેવી આ પરિસ્થિતિમાં અધર્મને માર્ગે ચાલનારો મનુષ્ય કોઇ બોધપાઠ લેશે ખરો? વર્ષ ૨૦૨૦ એટલે ભયંકર ખાનાખરાબીનું વર્ષ. કોરોના સાથે વાવાઝોડા, ધરતીકંપ અને બીજી કેટલીયે કુદરતી આફતો.

આ બધાથી આખરે ધર્મ જ બચાવી શકે તે એક હકીકત છે. જૈન ધર્મના સિધ્ધાંતો - 'જીવો અને જીવવા દો.' 'અહિંસા પરમો ધર્મ' એ શબ્દોને સાર્થક કરવાનો આનાથી ઉમદા ક્યો અવસર હોઇ શકે.

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates