કોચીન ના કબુતરા

કોચીન ના કબુતરા - ઉર્વી સાંઘાણી, રગ્બી યુકે, કોચીન (માંડવી)

પ્રભાત પ્રહોરે વહેલા ઉઠી રહેતા સહુ સાથ,
મહાવીર ની આજ્ઞા માની મૈત્રી ને સંગાથ.
શાંતિ નું પ્રતીક અમે, જીવો રહેતા શાંત,
દહેરાસર માં વસતા અમે, જ્યાં વાતાવરણ પ્રશાંત.

તૈયાર થઇ ભેગા સહુ, ઉભા રહેતા ક્યાંક,
જોતા રાહ શ્રાવક ની, ત્યાંજ સાંભળી તેમની હાંક!
ઉડતા, સામુહિક પ્રદક્ષિણા, પ્રભુ શિખર ની ત્રણ વાર,
ધન્ય બન્યા એવા જાણે આનંદ સ્વર્ગ થીયે અપાર!

સાંભળતા માંગલિક શ્રાવક મુખ થી, અબોલ અમે, તેઓ પ્રેમાળ
ખોબે ખોબે જમાડતા, જાણે તેઓ માત, અમે બાળ!
ખોળે બેસાડી હેત વરસાવતા કરતા ખુબ દુલાર,
ન ઑછા અમે વળગી ગળે, હા! દર્શાવીએ પ્યાર.

અજ્ઞાનવશ દહેરાસર માં જઇ કરીયે અક્ષત નો પ્રસાદ,
ભાગ્યશાળી! પ્રભુ દર્શન કરીયે, પ્રભુ! સાંભળજો અમારો સાદ!
ભવોભવ જૈન ધર્મ મળે, પ્રભુ દેજો આશીર્વાદ!
ભક્તિ કરી ભવસાગર તારીયે, ના કરીયે બીજો કોઈ વાદ.

અલ્પ વિગઈ નો છે અમ સહુ નો આહાર,
સાંજ પડતા પહેલાજ લઈએ છીએ ચૌવિહાર.
સંયુક્ત રીતે રહેતા, સહુ પાળીયે છીએ મૌન,
શાંતિ ના વાવટા ફરકાવીયે, બધુજ બીજું છે ગૌણ.

રાત પડી સહુ ચાલો, ઘર અમારા છે ચબુતરા,
મીઠડાં સહુ ને લાગતા, અમે કોચીન ના કબુતરા.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates