ચિંતન જ્યોત

ચિંતન જ્યોત - પ્રવિણભાઈ પી. મહેતા, ભુજ

*            અનંતની યાત્રામાં આપણું જીવન એક આંખના પલકારા જેવું છે.

*            સફળતાની સીડીને લિફ્ટ નથી હોતી, તેનાં પગથિયાં ચડવાં પડે છે.

*            મુક્તિની ઝંખના એ જાગૃતિનું લક્ષણ છે.

*            માણસનો પોતાનો પડછાયો પણ અંધકારમાં સથવારો આપતો નથી.

*            બીજાનાં દુઃખમાં ભાગીદાર બનીએ એ જ ઉત્તમ ધર્મ છે.

*            દરેક અસંતોષનું કારણ સરખામણી હોય છે.

*            પ્રતીક્ષા અને ધીરજ હંમેશાં એકમેકની સ્પર્ધા કરતી હોય છે.

*            માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વહાલ ધરીએ, ખબર નથી કે પછી તે વ્યક્તિ ફરી મળે કે ન મળે.

*            મન શું છે? આ પ્રશ્ન પૂછનાર પણ મન છે અને જવાબ આપનાર પણ મન છે.

*            ઉછીની પાંખથી કોઈ આકાશમાં ઉડી શકતું નથી.

*            કાંટા તરીકે વાગવું હોય તોય કોઈકના પગ નીચે ચગદાવું પડે છે.

*            માન્યું - છે મહત્તા મોટાની, નાનાની કિંમત કાંઈ નથી. તો ઝરણું મીઠું શા માટે? અને સાગર ખારો શા માટે?

*            જ્યાં વ્યવસ્થાનું અસ્તિત્વ હોય છે ત્યાં જ ‘સુખ’નું સામ્રાજ્ય પ્રવર્તે છે.

*            સાચું બોલવાનો એક ફાયદો એ છે કે, આપણે શું બોલેલા તે યાદ રાખવું પડતું નથી.

*            સ્વાર્થના સહુ સગા છે પણ સ્વાર્થીનું કોઈ સગું હોતું નથી.

*            આનંદની તો ફક્ત ક્ષણો હોય છે. તેને શોધી કાઢવાની કળા શીખવી જોઈએ.

 

 

(કચ્છ ગુર્જરી એપ્રિલ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates