ચિંતા

ચિંતા - રોનિત પૂશ્પકાંતભાઇ શાહ, વર્ધમાન નગર

મને ચિંતા જ નથી

કેમ કે

મને દુનિયાની શેષ માત્ર પણ પરવાહ નથી.

દુનિયામાં દિવસ થાય અને નવા અનુભવોની હારમાળા જોવા મળતી હોય છે અને રોજે રોજ નવા અનુભવથી દિવસની વિદાય થાય છે ,પરંતુ દિવસના અંતમાં જરાક પણ ડોકિયું કરતા અંતે તો એવું જ લાગે છે કે બીજાને સારું કે ખરાબ લગાડવા અપને જે કરવા માંગતા હતા તે ના  કરી શક્યા અને દુનિયા ને સારું લાગશે એવું કરીને દિવસ પૂરો કરી બેઠા.

હંમેશા માનવી લોકોની વચ્ચે રહીને લોકોનું વિચારતું હોય છે કે તેને શું ગમશે અને આ મારું પગલું લોકોને ગમશે કે નહીં અને જો નહીં ગમે તો પરિણામ શું આવશે આ આજના જમાનાની બીક છે કે વધારે કહું તો આજ નું  રોગ છે કે આપણે હંમેશા બીજાની પરવાહ કરીને કાર્ય કરતા રહીએ છીએ.

આજે ચિંતા નામનો રોગ બહુ મહાકાય સ્વરૂપ ધારણ કરેલ છે ત્યારે આજે હું આ બધાની મનોગ્રંથી બદલાવવાનો પ્રયાસ જરુરથી કરીશ કે બધાની પોતપોતાની વ્યક્તિગત જિંદગી હોય છે અને બધાને પોતપોતાની રીતે જીવવી જરૂરી છે એકલતાનો અનુભવ પોતાના સાથે કરવો જરૂરી છે અને ચિંતા કરવી હોય તો કોને કરવી એ આજે  સાફ હું ખુદ કરીશ કેમકે દુનિયા તો રોજ ભગવાન પણ બદલાવી દેતી હોય છે અને ભગવાનથી પણ દિવસમાં દસ વાર નારાજ થતી હોય છે અને આપણે એવા લોકોની ચિંતા કરીને સમય બરબાદ તથા વિચારોનુ ભરમાળ કરીએ છીએ એના કરતાં આપણે આપણામાં માટે સમય કાઢવો જોઈએ અને વિચારવું જોઈએ કે બધાની પરવાહ કરવામાં આપણે શું ખોઇએ છીએ અને જિંદગીના આમ ને આમ સુવર્ણ સમય હાથમાંથી રેતીની જેમ સરકતો જાય છે.

આજે આપણે બિલકુલ ચિંતા મુક્ત બનવાનું છે કેમકે પ્રવાહ કરવાની જ નહીં અને કોઇની કેમ? સાચુ ને ? એ તો પ્રશ્ન પણ થાય પોતાના સગા સંબંધી સમાજ સોસાયટી નહીં? અને મારો જવાબ છે આ નહીં કરવાનો કેમકે જે દિવસે તમારી જિંદગીમાં રમતમાં દેખાવ સારો થવાનો ચાલુ થયો ને ત્યારે તમારા વિશે બધા જ સમીકરણો બદલાઇ જશે જેમ ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોની એકાદ ટુર્નામેન્ટ ખરાબ જાય એટલે બધા બોલે પરંતુ વર્લ્ડ કપમાં જ આપણે જોયું કે છેલ્લી ઉમીદ જ એ જ ભાઇ હતા અને બધાને એક જ ભરોસો હતો કે ધોની છે ને વાંધો નથી કહેવાનો મતલબ એટલો જ છે કે કામ એટલા હજુ સુધી કરીને તમારા ક્ષેત્રમાં લોકો પોતે કંઈ હવે આવ્યા ને બસ પૂરું હવે મફત કરીને જશે ત્યારે દુનિયા ખુલ્લુ તમારી ચિંતા કરશે આ દુનિયા પાયાનો સિદ્ધાંત છે એટલે જ કહું છું તમે કોઈની ચિંતા કર્યા વગર કામ કરો તમારા કામની અનુમોદના દુનિયા કરશે અને એનું પરવા કર્યા વિના કાર્ય કરશો છતાં પણ તમારી પરવાહતઅને ચિંતા થશે એવું કામ કરીને વ્યક્તિગત અને વ્યક્તિત્વનું ઘડતર કરવાનું છે અને વ્યક્તિત્વનું ઘડતર કરવા માટે વિચાર ભાવના અને પ્રવૃત્તિ આ ત્રણ વસ્તુઓ નો એકદમ સમાન અંતરે સમાગમ કરીને આપણા કાર્યક્ષેત્રમાં ડૂબી જઈએ અને બીજાની ચિંતા કર્યા વગર કામ કરીએ તો એક દિવસ સફળતા માટેનું સૌથી મોટામાં મોટું કારણ પણ આપણે અંદરની રહેલી શક્તિઓ છે અને આપણે પોતે જ સિદ્ધ કરી શકીએ.

આપણી  સમસ્યા એ છે કે આપણે બીજા જ વિશે વિચારતા હોઈએ છીએ અને આપણું કાર્ય પોતાના નહીં બીજાના મંતવ્યો પ્રમાણે કરીએ છીએ અને છેવટે અફસોસ નો ભોગ બનીએ છીએ હું હંમેશા કહું છું નિર્ણય તમારો હોવો જોઈએ કે જેથી કદાચ ધાર્યું પરિણામ ન પણ આવે તો આપણે તો ગર્વ થાય કે વાંધો નહીં  નિર્ણય મારો હતો તો નવા પ્રયાસો મારા જ હશે અને પરિણામ પણ મારે જ ભોગવવાનું છે જેથી આપણે પોતાને અફસોસ થાય નહીતર મનમાં એ જ થયા કરે  કે આના કરતાં મેં ધાર્યું એમ કર્યું હોત, તો આ પરિણામ જ ત્યારે બદલે છે જ્યારે તમારા કાર્યમાં નિર્ણય બીજાને છે તો આજે એક સંકલ્પ લઈએ કે ગમે તે પરિસ્થિતિ હોય નિર્ણય હું લઈશ અને દુનિયાની પરવા કર્યા વગર કેમ કે જેમ તમે ચિંતા દુનિયાની કરશો તો તે મનમાં ભાર વધતો જશે અને ખંભાના ભાર કરતાં મનોનો ભાર હંમેશા ભારે અને નુકસાનદાયી હોય છે એટલે દરેકે દરેક કાર્યમાં મનમાં નક્કી જ કરી લેવું મને જે કરવું છે તે હું કરીશ અને મને કાંઈ જ ચિંતા કોઈની નથી કેમકે નિર્ણય મારો છે તો પરિણામ પણ મારું જ હશે અને એના  માટે મને કોઈ દુનિયાની પરવા નથી અને અને દુનિયાની પરવાહ  ના કરવાવાળાએ જ વિશ્વમાં  નામ દેશનું અને સમાજનું નામ રોશન કર્યું છે અને તમે કોઈપણ મહાપુરુષોનાં જીવન ચરિત્ર વાંચો હંમેશા પોતાને યોગ્ય લાગે એ જ કર્યું છે તે કોઈ ની પણ શેષ માત્ર પર્યા કર્યા વગર તો આપણે પણ એ જ દિશામાં આગળ વધીએ અને મનનો ભાર ઓછો કરીએ અને નવો ઇતિહાસ રચવા તરફ એક પગલું ઉપર માંગીએ.

 

 

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates