ચિંતા ન કરો...

ચિંતા ન કરો... - દિલીપ કે. મહેતા, કોચીન

જે થાય તે થવા દો,

જેમ થાય તેમ થવા દો,

જ્યાં થાય ત્યાં થવા દો,

જ્યારે થાય ત્યારે થવા દો.

ધાર્યું ઉપરવાળાનું જ થવાનું છે,

એ રમાડે એમ રમતાં રહો,

આપણું કંઈ ચાલશે જ નહીં,

તો શાને ફોગટની ચિંતા કરો?

અણમોલ માનવ ભવ શાંતિથી માણતાં રહો,

બને એટલા સત્કર્મો કરતાં રહો,

મનોબળથી મોટું કોઈ બળ નથી,

લક્ષ્ય પ્રાપ્તિ કાજે પુરુષાર્થ કરતાં રહો.

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates