ચાલો થોડી  કરકસર  કરિયે

ચાલો થોડી કરકસર કરિયે - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢસીસા)

આજના મોંઘારતના જમાનામાં ક્યાં કરકસર કરવી સમજાતુજ નથી. હવે તો ઘરમાં ચાર સભ્યો અને  એ ચાર સભ્યો કમાતા હોય તોય ઘર હલાવવું, રોજીદી રૂટિંનના ખર્ચામાં મુસ્કિલ પડે છે.

જેમ કે એસીમાં બહુ જ ગરમી લાગે ત્યારે જ ઉપયોગ કરો, થોડી વાર એસી રાખી રૂમ ઠંડો કરી નાખો, વધારે એસીમાં ટેવાયેલા વ્યક્તિ સામાન્ય ગરમી પણ સહન કરી શકતા નથી. લાંબા ગાળે એસી વાપરવાથી પગના દુખાવા વધે છે, જેમ કે હવે સૂચન આપવામાં આવ્યું છે કે વાયરસના હિસાબે પણ એસીનું ઉપયોગ તાડવ્વુ જોઇયે.

જેટલી તમારી શરીરની શક્તિ હોય જેટલું થઈ શકતું હોય તેટલા કામ જાતે પોતાના જાત મહેનતથી કરો.

બાળકોના અભ્યાસમાં રુચિ કેળવો, જેટલું તમે કરી શકતા હો અથવા બાળક પોતાના રીતે કરે એ ક્ષેષથ્તમ છે, તેમ કરવાથી બાળકના આત્મવિસવાસ વધસે, અભ્યાસમાં રુચિ કેડવ્તાં ઊંડું અદ્યયન કરી શક્સે,

બાળકને દરેક વસ્તુનો સમજ આપો. નાનીથી મોટી રૂટિંગ કાર્યની, નાના નાના કામ જાતે કરવા દયો, દરેક વસ્તુ જે જગ્યાએ રાખતા હોઈએ તે જગ્યાનું સૂચન કરો.

એક વાત સમજી લેજો બાળક તમારા અનુકરણથી દરેક સમજ કેળવે છે, તમારા કાર્યોને જોઈને એ પણ ક્યારેક કાર્ય કરવા ઉત્સાહિત બનશે.

નાની મોટી કરકસરનું દરેક વસ્તુની સમજ આપો, આપનું જીવન કેવું વીત્યું તેના વિશે થોડી ચર્ચા વિચારણા કહેજો, હવે સાધનો વધારે છે, પરંતુ જીવન અશાંતિ મય બની ગયું છે.

પહેલા જ્ઞાનરૂપી ગમ્મત હતી, હવે અજ્ઞાન રૂપી અંધકાર આવી ગયું,

પોતાની કાર્ય શક્તિ પારખીને કાર્યને સુસજ્જ કરીને કરકસરતા કેળવીએ,…..

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates