ચાલો જીવી લઈએ

ચાલો જીવી લઈએ - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢસીસા)

હમણાંનું જ દ્રષ્ટાંત આપું તો 80 વર્ષના બા, બાપા 90 વર્ષના છે. તે ઘણા સમય પેહલા કોલકાતા  રહતા હતા. પછી બાપા ઘડિયાળના પટા વેચતા હતા. કચ્છમાં 20 વર્ષથી અહી રહે છે. બને જાતે કામ કરે છે, કેટલી તકલીફ છે બાપાને શરીરમાં કાને સાભળે ઓછું, જોવામાં તકલીફ પડે છે આંખમાં, છતાં પણ ઘરમાં રૂટીન કામ જાતે કરે છે. ઘરમાં જાડું-પોતા, કપડાં, વસ્તુ લેવાનું કામ જાતે જ કરે છે. ખાવાના હજી પણ શોખીન.

20 વર્ષથી બાપા નિર્વૃત છે છતાં પણ ઘરનું કામકાજ રોજગાર બરાબર ચાલે છે. પેહલા તો પગાર ખૂબ અલ્પ હતા ફક્ત મહિનાના 500 રૂપિયા. એ રૂપિયામાં કરકસર કરી કરીને બાએ પોતાનો પાછળના જીવનનો રોટલો યોગ્ય રીતે બનાવી લીધો, જેથી કોઇની ઓસિયારી ભોગવી ના પડે.

બા સુંદર મજાની અલગ-અલગ વ્યંજનો બનાવીને બને ભોજન સાથે લે છે. બને પતિ-પત્ની નહીં પણ એક બીજાના સુખ-દુખના સાથી તરીકે રહે છે.

બા સાથે મારી વાત થઈ તો કહે છે કે મે જિંદગીમાં બધાજ મોજ-શોખ માણી લીધા. કોલકાતામાં બધુ જોઈ લીધું.

ત્યારના જમાનામાં પીકચરો, હરવું ફરવું આઉટ ઓફ સ્ટેશન, હોટેલું, જાત્રા બધુ જ કરી લીધું હવે મને જિંદગીથી કઈ શિકાયત નથી. મારા બધા અરમાન પૂર્ણ થઈ ગયા. 

પોતે ઓછા પગારમાં કરકસર કરીને પોસ્ટના ખાતામાં રાખી ખુબ સારી રીતે જીવન ગાળે છે. બાએ કહીયું આટલા વર્ષોમાં મારો કોઈ સાથે ઝગડો થયો નથી,

છતાં પણ પોતાની આવક પ્રમાણે કરકસર કરીને સોનાનું મુગટ, છતર વગેરે ચડાવ્યા.

આજના યંગ જનરેશનને આ બાબત શીખવા જેવી છે, થોડી બચતની ટેવ રાખજો, તમારી બચતથી તમે આત્મનિર્ભર બનશો, પારકી આશ રાખવી પડશે નહિ.

ચાલો મિત્રો આ બા બાપાની જેમ જિંદગીમાં મોજશોખ પણ માણી લઈએ અને વૃદ્ધાવ્સ્થામાં ફરી નવી જિંદગીમાં મળવાનો અનેરો અહેસાસ કેળવીએ,…….

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates