ચક્ષુદાન મહાદાન

ચક્ષુદાન મહાદાન - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ (પત્રી)

ઠંડી હોય કે ગરમી, રોજ જોગેર્સ પાર્ક જવાનું મારુ રૂટીન.. બાબાના ટયુશન ક્લાસની બારે જ જોગર્સ પાર્ક.. 1 કલાક ટ્યુશન જાય અને અડધો કલાક પાર્કમાં રમે.. પછી અમે બન્ને ઘરે જઈએ.. વોક મારી નેઅડધી કલાક બાંકડા પર બેસવાનું.. ક્યારેક કોઈ મળી જાય વાતો કરવા, ન મળે તો મોબાઇલ તો હોય જ..

આજે બાજુમાં બેઠા આયુષના મમ્મી.. આયુષ લગભગ બાર વર્ષનો હતો.. પાર્કની એક એક વસ્તુ ઝૂલા, લિસપણી, એને અચરજ પમાડતી હતી. ચંદામામા ઝાંખા ઝાંખા જોઈને બોલ્યો .. મમ્મી આ ચંદામામા છે? ગુલાબના ફુલને જોઈને કે આ ક્યુ ફુલ છે.. ઉમર પ્રમાણે એ દુનિયાથી અજાણ લાગતો હતો. મારાથી પુછાઈ ગયું. આને કઈ પ્રોબ્લેમ છે?

'પ્રોબ્લેમ પહેલા હતો હવે સોલ્વ થયો છે' એ બોલ્યા.. આયુષ જન્મથી અંધ હતો.. ચક્ષુ તો હતા પણ દ્રષ્ટિ નહીં.. કેટલીય દવાઓ કરી પણ દ્રષ્ટિ આવી નહીં.. થોડા સમય પહેલા જ એની આઇ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઇ હતી.. એના મમ્મી દ્વારા જાણવા મળ્યું. મૃત્યુ પામેલા કોઈ સ્વજનની કૃપાથી એને દ્રષ્ટિ મળી હતી... હવે કુટુંબીઓના ચહેરા, દુનિયાના રંગો, પ્રકૃતિની સુંદરતા જોવા એ સક્ષમ હતો.. એની કુતૂહલ વૃત્તિને ખુશીનો પાર ન હતો.. કોઈ મૃત્યુ પામીને આયુષને દ્રષ્ટિનું આયુષ આપી ગયું.. કોઈ ખુદ મરીને પણ બીજા શરીરમાં જીવી ગયું.. કોઈ ચક્ષુદાનથી જિંદગી તો જિંદગી.. મૃત્યુ પણ સાર્થક કરી ગયું.. હસતા રમતા બાળકની દ્રષ્ટિમાં અમૃત ભરી ગયું.. કોઈ મને પણ ચક્ષુદાનની પ્રેરણા દઈ, દુઆઓ લઇ ગયું..

જીવતા રક્તદાન અને મરતા ચક્ષુદાન ખરેખર ઉત્તમ કાર્યો છે.. માનવસેવા એ જ પ્રભુસેવા છે, કોઈને અંધકારમાંથી રોશનીનો સફર કરાવીએ.. કોઈને દ્રષ્ટિની ભેટ આપીએ.. મૃત્યુ પર પણ સેવાનો નિશ્ચય કરીએ. ચાલો સૌ ચક્ષુદાનનો સંકલ્પ કરીએ..

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates