ચાલ જીવી લઇએ

ચાલ જીવી લઇએ - ડૉ. મેહા સંઘવી, ભુજ

" કોરોના કોરોના ન કરો ના

હમકો તુમસે દૂર કરો ના

ડરોના ડરોના ન ડરો ના

હમકો તુમસે નહિ ડરો ના -- "

 

છેલ્લાં દોઢ-બે મહિનાથી આ પંક્તિઓ બધાના મનમાં રમી રહી છે અને પ્રચલિત બની રહી છે. કોરોના આવ્યુ સારું આવ્યુ એમ તો ન કહેવાય કારણ કે આ કોરોના કેટલી તક્લીફો - હાડમારી અને હાલાકી આપી અને આમ જનતાને કપરા એ પરિબળો - પરિણામોમાંથી પસાર થવું પડયું. એક રીતે કહીએ તો કોરોના શુ છે એ પહેલા ખબર જ ન હતી પણ આજે એનો ગ્રાફ અને વ્યાપ બેવ વધી રહયા છે. આ કોરોનાને કારણે કવોરાટિનમાં રહેવુ પડયું - લોકડાઉંન આવ્યુ. આવું લોકડાઉંન ભારતના ઇતિહાસમાં જોયુ નથી. પહેલી વાર જાણે ભગવાને આપણા બધાની ફરિયાદ જ ન સાંભળી લીધી હોય! એકી સાથે બધાને એક ઝાટકે બધાને ફ્રી કરી દીધા. અને બધાએ ‘ સમય ‘ની સગવડતા જ ન કરી દીધી હોય! આ લોકડાઉંનની સજા આકરી રહી પણ તેની પણ મજા રહી. આ રીતે ‘ સમય નથી ‘ કહેતા લોકોને સમય મળી ગયો - જીવવા માટે - જીવાડવા માટે ભલે ‘ ડર ડર કે જીના જેવું ‘ છે છતાંયે એનો પણ આનંદ છે.

જરૂરથી ઇકોનોમિક ગ્રોથનો ગ્રાફ પડી ભાગ્યો પણ ઇકોનોમિક ગ્રોથના ગ્રાફમાં વધારો થતો ગયો અને ઘર - ઘરમાં જાદુની ઝપ્પી ફરી વળી. બધાને એક-બીજા માટે ‘ સમય ‘ મળતો ગયો. બધા એકબીજા સાથે ઓતપ્રોત થતા ગયા, ઘરના બધાજ સભ્યો કામમાં રસ લેતા ગયા બધાના મન-મંદિર સુધી પહોંચવાનું એક ઝરીઓ મળી ગયો. કદાચ ઘરના સભ્યો હૃદયની ડોરબેલ વગાડવામાં થોડા સફળ પણ રહયા!  સેલ્ફ - એનાલિસીસી  કરવાનો સમય મળી ગયો. ‘ચાલ જીવી લઈએ ‘-- ની ઈચ્છા જાગૃત થઇ કારણકે આ પૈસા કમાવવાની લાયમાં અને દોડધામમાં માણસ સ્વાર્થી અને આંધળો બનતો ગયો અને બધાના મનને દુભાવતો ગયો કે તોડતો ગયો માટે તેને પણ લાગ્યું ‘ચાલ મન જીતવા જઇએ ‘-- અને પોતાના લોકોનું, પરિવારનું, મિત્રોનું, બાળકોનું, પત્નીનું.

કારણકે પહેલા હંમેશા માનવી કહેતો હતો  મને ટાઈમ જ નથી, અમે રહયા બિઝનેસમેન -- અમે તો નોકરીવાળા – સ્વાવલંબી બનતો માણસ સ્વાર્થલંબી બનતો ગયો વસ્તુને / ચીજોને સાચવતો ગયો અને સંબંધોને ઉપયોગ કરતો ગયો પણ આજે સમય મળતાં તેને પોતાની અંદર ઝાંકવાનું પોતાના પરિવાર ઉપર ફોકસ કરવાનો સમય મળ્યો. પહેલા માણસ સ્ટેટ્સ અને ગ્રાફ  વધારવા પાછળ ગાંડો હતો અને તેની ફેમિલી લાઈફનો ગ્રાફ નીચો પડતો ગયો પણ આજે ફેમિલી લાઈફ જીવવા માટે તેને સરસ મોકો મળી ગયો. ઘરના બાળકોને પિતા સાથે રહેવાનો સમય મળ્યો - તેનો સમજવાનો અવસર સાંપડયો એકબીજાને વહાલ કરતા નજરે દેખાયા, તેની સાથે સાપસીડી, લુડો, કેરમ, ચેસ જેવી બાળપણની ગેમો રમતા દેખાયા! ખરેખર આનંદ ની લાગણી જોવા મળી. નવા જોશ અને ઉમંગ દેખાયા અને લાગ્યુ જાણે આપણી ઉંમર જ નાની ન થઇ ગઈ હોય! ન કરેલા અવનવા કામોમાં સમય કાઢતા ગયા, પરિવારના લોકોની નજીક આવતા ગયા. જુના લગ્નના આલ્બમો અભરાઈ થી ઉતારી તે પળો માણી - પોતાના છૂટી ગયેલા સપનાઓને પાંખો આપી - આળસ - કંટાળો ખંખેરી ચિત્રો દોર્યા  તેમાં રંગો પૂર્યા - પહેલા લેખો લખવા સમય ન મળતો આજે સચિત્ર વર્ણન કરતા થયા - યોગાસનો - પ્રાણાયમ શીખ્યા - ફિટનેસનું ધ્યાન રાખતા થયા, બોડી મેઇન્ટેન સાથે સંબંધ  મેઇન્ટેનના પાઠો શીખવા મળ્યા. વાંચવા - લખવાના શોખો કેળવાયા - ધર્મના પાઠોનું રસપાન કર્યુ - સદાચાર ના પાઠો શીખ્યા - નીત નવી રસોઈ બનાવતા શીખ્યા ઓછી વસ્તુની અંદર મેનેજ કેમ કરવું એ શીખ્યા - જરૂરિયાતો ઘટાડતા શીખ્યા અને ચલાવી લેવાંની - ચાલશે - હાલશે - ફાવશે ના અર્થને સાજ્ઞાત કર્યા. જુના ફ્રેંડ્સ - કોલેજના દિવસો - સ્કૂલના દિવસો તાજા કર્યા - વીડિયો કૉલિંગ ઘ્વારા બધાની નજીક આવ્યા - તેમની જીંદગી એક ભાગ બન્યા. ખરા અર્થમાં સામાજિક પ્રાણી બન્યા. પૈસાને ગૌણ બનાવી પરિવારને અગ્રિમ સ્થાન આપતા શીખ્યા. અદ્દભુત ઘટનાઓ બની, પતિ - પત્નીને મદદ કરતો થયો તેને માન આપતો થયો. તેની ઈચ્છાને સમજતો થયો - તેને સમય આપતો થયો અને વેરઝેરની પરંપરા અહીં જ થંભી ગઇ અને પ્રેમના પુષ્પ ખીલવા માંડ્યા. ચોતરફ મૈત્રીના - સ્નેહના ફુવારા ફરી વળ્યાં, એકંદરે બધા સાથે રહ્યા - કોઈક પ્રેમથી તો કોઈક લડી ઝઘડીને તો કોઈક મજબૂરીથી પણ અંતે બધા સાથે રહ્યા અને ખરા અર્થમાં માણસ માણસ બની જિંદગી જીવતા શીખી ગયો. બધાની સાથે રહેતા શીખી ગયો - બધા સાથે એડજેસ્ટમેન્ટ કરતા શીખી ગયો. બધા સાથે let go કરતા શીખી ગયો. છેવટે બધાને પ્રેમ કરતા શીખી ગયો।  ઘરને પ્રધાનતા આપતા શીખી ગયો. 

જીવવી છે આવી જિંદગી તો ચાલ જીવી લઇએ---બધાની સાથે , બધાની પાસે , પોતાની સાથે ……

 

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates