ભયનો ડર

ભયનો ડર - શિલ્પા શૈલેષ શેઠ, બેંગલોર (અંજાર)

ભય મનુષ્યને મૃત્યુની સમીપ લઇ જાય છે

ભય... ડર....અનેક પ્રકારના હોય છે...

બાળકને વયસ્કનો, વયસ્કને એકલતાનો, મિત્રને શત્રુનો, શત્રુ ને પરાજયનો, વિદ્યાર્થીને શિક્ષકનો, વિ..

આમ ડરના વિભિન્ન પ્રકારમાં મૂખ્ય અને સૈાથી ભયાનક છે મૃત્યુનો ભય. કહે છે જેનું સર્જન છે એનો નાશ નિશ્ચિત છે, પણ એ વિનાશની ચિંતામા માનવી આજના જીવનનો આનંદ .. અજંપા અને અસંતોષમાં ગુમાવી દે છે.

આ ભયનું સર્જન ક્યાંથી થયું? છે તમારી પાસે એનો જવાબ. વિશ્વાસનો અભાવ અને અસલામતીની લાગણી ભયને ઉતપન્ન કરે છે. પ્રાચીન કાળથી વર્તમાન પરિસ્થિતિ સુધી જો સમય ચક્ર ઉપર નજર કરીયે તો ઉડીને આંખે વળગે એવી એક હકીકત સામે આવે છે કે આ ડરની લાગણીનો વ્યવસાય ખૂબજ નફાકારક નીવડ્યો છે. ગ્રહ પૂજા, વાસ્તુ દોષ, સર્પ દોષ.. વગેરે આ બધા વિધાન વ્યવસાય રૂપે આપણા ડરના ઇંધણથી ગતી પામે છે. વર્તમાન સમયમા પણ આપને જોઈએ છે કોરોનાના ભયથી સામાન્ય માનવીને ડરાવી ઘણા રંકમાંથી રાજા થઈ ગયા.

પણ આપણે એટલું હમેશા સ્મરણ રાખવું કે ડર પણ આત્મવિશ્વાસથી ડરે છે. દ્રઢ સંકલ્પ અને અથાગ મહેનતથી ડરને પણ લુપ્ત કરી શકાય છે.

છે મને ડર આ ભય નો,ભય મને ડરાવે ભરપૂર..
ભર વિશ્વાસ હ્રુદય મા, જાશે એ ભાગી બની ગાંડોતૂર

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates