ઈશ્વર પાસે માંગે બહેન, ભાઈ સાથેનું જીવન.
ભાઈ આપીને ઈશ્વરે કર્યું, જીવન આનંદ નંદન,
નંદનમય જીવન ચાહે, એવું અનોખું બંધન.
બંધન એવું પ્યારું પ્યારું, ભાવ સ્નેહનું સર્જન.
ભાઈ-બહેનનાં પ્યારને જોડતી, કાચી સૂતર સંધન,
સહોદરનાં પ્રેમ પ્રતીકે, ઉજવાતું આ ભવબંધન.
અલૌકિક અનોખા બંધન માટે, પ્રભુને મારું વંદન.
આશીર્વાદ સમું આ મારું, ભવોભવનું બંધન.
નિભાવવાને હું તો તડપું, જન્મોજન્મ રક્ષાનું બંધન.
દેવોને પણ દુર્લભ એવું, મારું આ રક્ષાબંધન.
(કચ્છ ગુર્જરીના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)