ભજન

ભજન - રેવાબેન લવચંદ શાહ, ચેન્નાઈ

પ્રભુ સ્મરણ સુખદાઈ રે, મનવા પ્રભુ ભજન સુખદાઈ,

પ્રભુ ભજનના પળ સરીખી ભાઈ, શાંતિ નહીં મળે ક્યાંય રે. મનવા

સુખમાં દુઃખમાં અને સંકટમાં (૨) ધૈર્ય બંધાવે મારો સાંઈ રે..મનવા

નિર્જીવ વાંસનું શીર છેદતાં (૨) એણે મીઠું સૂર પૂર્યું માંહી રે..મનવા

મુર્તિ કંડારતા શિલ્પીના કરમાં (૨) એણે કળા પૂરી કીર્તિદાઈ રે..મનવા.

લોહીનું રૂપાંતર દૂધમાં ફેરવી (૨) બાળશીશુઓની ભૂખ મિટાઈ રે.. મનવા..

અર્ધી ઘડી ઈસ કો સમરો દિવસમાં (૨) પછી કરો ધનની કમાઈ રે.. મનવા..

પ્રભુ સમરતાં ખર્ચ ન લાગે (૨) ભાવમાં રાખો સચ્ચાઈ રે..મનવા..

 

 

 

(કચ્છ ગુર્જરી માર્ચ ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates