ભાગલા પાડો અને અનિતી રાજ કરો

ભાગલા પાડો અને અનિતી રાજ કરો - રવિન્દ્ર લવચંદ શાહ, ચેન્નાઈ

સ્વર્ગ જેમ આપણે સમજીએ છીએ એ કાલ્પનીક પ્રમાણે નથી. એ તો પૃથ્વી ઉપર જ છે. આપણે માનવ જીવોએ જે નીતિ કેળવેલ છે, ફૂટ પાડો અને રાજ કરો એ નીતિ છોડીએ તો જ.

ઈશ્વર (કાલ્પનિક) એકલા બેઠા હતાં ત્યારે ટી.વી. જોતાં જોતાં ઉપર દર્શાવેલ હકીકત ઉપર વિચાર કરતાં હતાં. વિચાર કરતાં ઈશ્વરે પોતાનાં પી.એ.ને અવાજ દીધો. વાટાઘાટ કરવા.

ઈશ્વર : વત્સ, હું ટી.વી. પર સમાચાર જોતો હતો અને આભાસ થયો કે ફરીને મારા નામે અંદરોઅંદર જંગ છેડાયું છે.

પી.એ. : ફરીથી પ્રભુ? મને તો એમ કે મંદિર-મસ્જિદની વાટાઘાટ તો વર્ષોથી ચાલી જ રહી છે અને તેનો અંત આ ઈસમો થઈ ગયો છે તે.

ઈશ્વર (ખેદ સાથે) : મને પણ એ જ અનુભૂતિ થઈ. પણ મને લાગે છે કે આ વિષય સદંતર બંધ નથી થયો, આની ઉપર ફરીથી વાદવિવાદ શરૂ થઈ ગયો છે. બીજા વિવાદમાં ચોક્કસ ઉંમર નિર્ધારિત કરેલ, મંદિરમાં અમુક સ્ત્રીવર્ગને પ્રવેશ કરવા માટે રોક લાગુ કરી છે.

પી.એ. : ઓ પ્રભુ! હવે તમો એ રોક ઉપર શું વિચારી રહ્યાં છો?

ઈશ્વર : હું દુવિધામાં છું કે હું શું કરી શકું. પૃથ્વી તેમજ માનવનું સજર્ન કર્યું ત્યારે કોઈપણ વિભાજીતતાનું સજર્ન નહોતું કર્યું. ફક્ત એક માનવનું સજર્ન કરેલ, વિચાર્યું હતું કે માનવ પોતે જ પોતાની રોજિંદી જિંદગીનું કાર્ય તથા કર્મનું નક્કી કરીને આનંદથી જીવન વીતાવશે. મેં ધાર્યું હતું કે, માનવ (મને) પ્રભુને પોતાના આત્મામાં નિહાળી આનંદમય જીવન વ્યતીત કરશે પણ જે અત્યારે ટી.વી. સમાચાર જાયા-જાણ્યા પછી સમજ પડી કે માનવ પોતાને જ પ્રમુખ ગણી અને અન્ય સજર્ન થયેલ માનવી પ્રજા સાથે ચડસાચડસીમાં ઉતરી પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માનવ પ્રજામાં કૂટ પાડી અને રાજ કરતો થઈ ગયો. અસંખ્ય ફાંટા પાડી દીધા. અનિતીનો મુખ્ય સહારો લઈ એકબીજાના હરીફ થઈ ગયા છે.

પી.એ. : પ્રભુ? કૂટ પાડો અને અનિતીનો સહારો લઈ રાજ કરો. એનો શું અર્થ છે? શું મહત્ત્વ છે?

ઈશ્વર : મને હવે સમજાય છે કે મેં જે દૃષ્ટિથી માનવ નિર્માણ કરેલ કે જેથી માનવ પોતાના આત્માને સમજી સમસ્ત પ્રજા સાથે આનંદમયી નિઃસ્વાર્થ ભરેલી જિંદગી જીવશે. તેના બદલે માનવ પોતાના અહંકાર અને મદથી એકબીજાની સાથે હરીફાઈ ભરેલી જિંદગી પસંદ કરી અને કુટનીતિનો સહારો લઈ અનિતીથી રાજ કરે છે અને અસંખ્ય એવા પંથો ઉભા કરી અંદરોઅંદર અથડાઈ અને સ્વયંનું વર્ચસ્વ બતાવી રહ્યો છે.

પી.એ.:  પ્રભુ. આ સ્થિતિ પરિસ્થિતિને રોકી ન શકાય?

ઈશ્વર : શક્યતા તો ચોક્કસ છે. પણ મારા થકી નહીં. ફક્ત એ જ માનવ પ્રજા જો અંતર આત્માથી વિચારે અને અમલમાં મુકી આચરણમાં લાવે અને આંતરીક ભાઈચારો અપનાવે તો જ શક્યતા છે. અનીતિ ત્યાગી લે તો માનવ માટે સ્વર્ગ કે નરકનાં અસ્તિત્વને નિહાળવાની જરૂર જ નહીં પડે. પૃથ્વી ઉપર જ તેમને સ્વર્ગ ભાસીત થશે. આત્મિક સંબંધો અપનાવતાં પોતે જ સ્વર્ગનું આનંદ પ્રાપ્ત કરતાં થઈ જશે.

પી.એ. :  પ્રભુ તમારો કહેવાનો મતલબ..

ઈશ્વર : બરોબર વિચારી રહ્યો છે તું. હવે O.M.G. (Oh My God) બસ કરો.

 

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates