બાળપણ

બાળપણ - ચાર્મિ અપૂર્વ શાહ, ભુજ

બાળપણ આ કેવું? કદી ના ભુલાય એવું?

ભૂલથી પણ ભૂલો થાય કેવી?

દરેક વડીલો માફ કરે એવી.

કાલી-ઘેલી ભાષા બોલે કેવી?

ભગવાનના દર્શન થાય એવી.

બાળપણની સ્મૃતિઓ કેવી?

નિખાલસતાની ઝલક દેખાય એવી.

બાળપણનું શિક્ષણ કેવું?

બાળવાર્તામાંથી જીવનની શીખ મળે એવું.

બાળપણની પાઠશાળા કેવી?

ગુરૂ ધર્મના પાઠ શીખવે એવી.

બાળપણ આ કેવું?

દાદા-દાદીને વ્યાજ વ્હાલું લાગે એવું.

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates