આવી જા ને મેઘરાજા

આવી જા ને મેઘરાજા - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

વૃક્ષ તો અમે જ કાપ્યા, અમારો સાદ કેમ સાંભળીશ.

જીવન જળ અમે જ પીધા, અમને કેમ સંભાળીશ.

તોય માણસની અમે નાત, તું તો કુદરતની જાત,

ચાતકનો સાદ સાંભળી, આવી જા ને મેઘરાજા...

ધરતી પુત્રો કરે પોકાર, આવી જા ને મેઘરાજા...

મોરલિયા બોલાવે છે, આવી જા ને મેઘરાજા...

ધરતીનું હૈયું ભીંજવવા, આવી જા ને મેઘરાજા...

 

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates