anganani bahar

anganani bahar - જગદીશ જોષી

યાતનાનાં બારણાંને કીધાં મેં બંધ અને ઉઘાડી એક એક બારી જાગીને જોઉં છું તો વહેલા પ્રભાતે કેવી કિરણોની ઝારે ફૂલ-ઝારી !

 

આંગણાની બ્હાર એક ઊભું છે ઝાડ એની ડાળ ઉપર પાંદડાંનાં પંખી ઝાડના આ લીલા તળાવણા તળિયે તો ભૂરું આકાશ ગયું જંપી ! વ્હૈ જાતી લ્હેરખીએ બાંધ્યો હિંડોળો એને તારલાથી દીધો શણગારી.

 

ક્યાંકથી અદીઠો એક પ્રગટ્યો છે પહાડ એની પછવાડે જોઉં એક દેરી તુલસીના ક્યારાની જેમ મારા મનને હું રાત-દિવસ રહું છું ઉછેરી : રાધાનાં ઝાંઝરને વાંસરીના સૂર રોજ જોયા કરે છે ધારી-ધારી.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates